મોદી સરકારનો મોટો નિર્ણય, રક્ષા ક્ષેત્રે 100 ટકા FDIને આપી મંજૂરી

Haresh Suthar | Pradesh18
Updated: June 20, 2016, 4:44 PM IST
મોદી સરકારનો મોટો નિર્ણય, રક્ષા ક્ષેત્રે 100 ટકા FDIને આપી મંજૂરી
#વિદેશી રોકાણને લઇને આજે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રક્ષા અને એવિએશન ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેકમાં સરકારે ડિફેન્સ, સિવિલ એવિએશન, ભારતમાં બનેલ ફુડ પ્રોડક્ટસ, બ્રોડકાસ્ટિંગ કેરિએજ સર્વિસિસ અને એનિમલ હસ્બેન્ડરીમાં 100 ટકા વિદેશી રોકાણને લીલી ઝંડી આપી છે.

  • Pradesh18
  • Last Updated: June 20, 2016, 4:44 PM IST
  • Share this:
નવી દિલ્હી #વિદેશી રોકાણને લઇને આજે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રક્ષા અને એવિએશન ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેકમાં સરકારે ડિફેન્સ, સિવિલ એવિએશન, ભારતમાં બનેલ ફુડ પ્રોડક્ટસ, બ્રોડકાસ્ટિંગ કેરિએજ સર્વિસિસ અને એનિમલ હસ્બેન્ડરીમાં 100 ટકા વિદેશી રોકાણને લીલી ઝંડી આપી છે.

આ અંતગર્ત વિદેશી કંપનીઓ બ્રાઉનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટસમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા રોકાણ કરી શકે છે. આ અગાઉ આ સેક્ટરમાં માત્ર 49 ટકા જ વિદેશી રોકાણને મંજૂરી હતી.

એવિએશન સેક્ટરમાં એરપોર્ટને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટસમાં 100 ટકા એફડીઆઇનું એલાન કરાયું છે. સરકારે એવિએસનમાં શેડ્યૂલ્ડ એરલાઇન્સમાં એફડીઆઇની મર્યાદા વધારીને 100 ટકા કરી છે. શેડ્યૂલ્ડ એરલાઇન્સમાં 49 ટકા એફડીઆઇ ઓટોમેટિક રૂટથી થશે અને 49 ટકાથી વધુ એફડીઆઇ માટે સરકારની મંજૂરી લેવાની રહેશે.

સરકારે ઇ-કોમર્સ ફૂડ સેક્ટરમાં મંજૂરી બાદ 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી છે. સિંગલ બ્રાન્ડ રિટેલ સોર્સિંગના નિયમોમાં રાહત આપવામાં આવી છે. માત્ર નેટવર્ક, ડીટીએચ અને મોબાઇલ ટીવીમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે. એફડીઆઇ નિયમોમાં રાહત બાદ હવે ડિફેન્સ ઓફિસ, ટેલીકોમ ઓફિસ અને બ્રોડકાસ્ટ ઓફિસ માટે આરબીઆઇની મંજૂરી નહીં હોય.

મોદી સરકારે એફડીઆઇ મામલે એવા સમયે આ મોટો નિર્ણય કર્યો છે જ્યારે સતત એવું કહેવાઇ રહ્યું છે કે, રાજન આરબીઆઇ ગવર્નર પદ પર નહીં હોવાથી વિદેશી રોકાણકારો નિરાશ થઇ શકે છે અને તે ભારતમાંથી પોતાનો હાથ પરત ખેંચી શકે છે. આવામાં સરકારે આ નિર્ણય કરી એક મહત્વનો સંદેશ બહાર આપવાનો પ્રયાસ કર્યો છે.
First published: June 20, 2016, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading