ભાજપ માફી માંગવાનું ક્યારે શરૂ કરશે, નિતિશકુમારનો સીધો પ્રહાર

Haresh Suthar | Pradesh18
Updated: May 9, 2016, 2:10 PM IST
ભાજપ માફી માંગવાનું ક્યારે શરૂ કરશે, નિતિશકુમારનો સીધો પ્રહાર
#વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિર્ગી વિવાદને લઇને ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે સ્પષ્ટતા કરવા મોદીની ડિગ્રી પ્રેસ સમક્ષ બતાવી આ મામલે ભ્રમ ફેલાવનાર અરવિંદ કેજરીવાલને માફી માંગવા કહ્યું હતું.

#વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિર્ગી વિવાદને લઇને ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે સ્પષ્ટતા કરવા મોદીની ડિગ્રી પ્રેસ સમક્ષ બતાવી આ મામલે ભ્રમ ફેલાવનાર અરવિંદ કેજરીવાલને માફી માંગવા કહ્યું હતું.

  • Pradesh18
  • Last Updated: May 9, 2016, 2:10 PM IST
  • Share this:
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિર્ગી વિવાદને લઇને ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે સ્પષ્ટતા કરવા મોદીની ડિગ્રી પ્રેસ સમક્ષ બતાવી આ મામલે ભ્રમ ફેલાવનાર અરવિંદ કેજરીવાલને માફી માંગવા કહ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા મોદીની ડિગ્રી બનાવટી હોવાની વાતનો છેદ ઉડાવતાં ડિગ્રીની કોપીઓ રજુ કરી હતી. જોકે એમણે અરવિંદ કેજરીવાલને આવો વિવાદ ઉભો કરવા મામલે નિશાને લીધા હતા અને દેશવાસીઓની માફી માંગવા કહ્યું હતું.

માફી માંગવાની ભાજપની માંગ મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર વચ્ચે કૂદી પડ્યા છે. મુખ્યમંત્રી નિતિશકુમાર આ મામલે કહ્યું કે, પીએમની ડિગ્રી વિવાદને કોઇ મુદ્દો માનતું જ નથી. પરંતુ જ્યાં સુધી માફી માંગવાની વાત છે તો એ લોકો બિહારમાં શું શું બોલીને ગયા છે એ મુદ્દે પહેલા તેઓ માફી માંગે. તમારા તરફથી માફી માંગવાનું ક્યારે શરૂ થશે એવું કહી નિતિશકુમારે ભાજપ પર પ્રહાર કર્યો હતો.

ભાજપે કહ્યું કે અરવિંદ કેજરીવાલ માફી માંગે

PM ડિગ્રી વિવાદ શું છે? જોવો તસ્વીર
First published: May 9, 2016
વધુ વાંચો
अगली ख़बर