Home /News /madhya-gujarat /

મોદી સરકારના 2 વર્ષ પૂર્ણ : ખાસ મુલાકાતમાં શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વાંચો

મોદી સરકારના 2 વર્ષ પૂર્ણ : ખાસ મુલાકાતમાં શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વાંચો

#નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 2 વર્ષ પુરા કર્યા છે. અંગ્રેજી અખબાર વોલ સ્ટ્રીટ જનરલને આપેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત સૌનું ભલું ઇચ્છે છે પરંતુ આતંકવાદ સાથે કોઇ સમજૂતી નહીં થાય. જે હું મારા દેશનું સારૂ કરવા ઇચ્છું છું તેવું જ હું મારા પાડોશીઓનું પણ ઇચ્છું છું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 2 વર્ષ પુરા કર્યા છે. અંગ્રેજી અખબાર વોલ સ્ટ્રીટ જનરલને આપેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત સૌનું ભલું ઇચ્છે છે પરંતુ આતંકવાદ સાથે કોઇ સમજૂતી નહીં થાય. જે હું મારા દેશનું સારૂ કરવા ઇચ્છું છું તેવું જ હું મારા પાડોશીઓનું પણ ઇચ્છું છું.

વડાપ્રધાને કહ્યું કે, તેઓ પાડોશીઓ સાથે સારા સંબંધ બનાવી રાખવામાં માને છે. આ માટે તેમણે ઘણા સકારાત્મક પગલાં પણ ભર્યા છે. પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારત હંમેશાથી પાકિસ્તાનથી સારા સંબંધો બનાવી રાખવાના પક્ષમાં રહ્યું છે.

સંબંધ સુધારવા પાકિસ્તાન ગયો હતો
પીએમ પાકિસ્તાને પોતાના લાહોર પ્રવાસ અંગે કહ્યું કે, તેઓ પાકિસ્તાન સાથે સંબંધો સારા બનાવવા માટે ગયા હતા અને નવાજ શરીફને એમના જન્મ દિવસે શુભેચ્છા આપવા લાહોર ગયા હતા. તેમણે કહ્યું કે, જે દિવસથી એનડીએની સરકાર બની એ સમયે મારો પ્રથમ પ્રયાસ હતો કે મેં સાર્ક દેશાના તમામ રાષ્ટ્ર અધ્યક્ષોને મારા શપથ સમારોહમાં બોલાવ્યા હતા.

ઓબામા મારા સારા મિત્ર
વોલસ્ટ્રીટ જનરલના એડિટર ઇન ચીફ ગેરાર્ડ બેકર સાથે વાતચીત કરતાં મોદીએ કહ્યું કે, અમેરિકા જવાનો અવસર એટલા માટે આવ્યો કે ઓબામાએ માર્ચમાં મને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. એ સમયે હું ન્યુક્લિયર સમિટમાં ગયો હતો. તેમણે વ્યક્તિગત રીતે મને આગ્રહ કર્યો હતો કે હું અમેરિકા આવું. મારા આગ્રહને વશ થઇને જ ઓબામા ફરીથી ભારત આવ્યા હતા. ઓબામા સાથેની દોસ્તીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અમે બંને સારા મિત્રો છીઅ અને હક સાથે એકબીજા સાથે વાત કરીએ છીએ. મારા માટે ગૌરવની વાત છે કે યૂએસ કોંગ્રેસે સંયુક્ત સેશનમાં સંબોધન કરવા માટે મને બોલાવ્યો છે.
First published:

Tags: અમેરિકા, નરેન્દ્ર મોદી, બરાક ઓબામા, મોદી સરકાર, વડાપ્રધાન, વોલસ્ટ્રીટ જર્નલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन