પીએમ મોદીએ 1978માં બીએ પાસ કર્યું, કેજરીવાલ દેશવાસીઓની માફી માંગે

Haresh Suthar | Pradesh18
Updated: May 9, 2016, 1:35 PM IST
પીએમ મોદીએ 1978માં બીએ પાસ કર્યું, કેજરીવાલ દેશવાસીઓની માફી માંગે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીએ અને એમએની ડિગ્રી બોગસ હોવાના મુદ્દે આપ નેતા અરવિંદ કેજરીવાલે ઉઠાવેલા વિવાદ સામે કાઉન્ટર એટેક કરતાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ કેજરીવાલને નિશાને લીધા હતા.

  • Pradesh18
  • Last Updated: May 9, 2016, 1:35 PM IST
  • Share this:
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીએ અને એમએની ડિગ્રી બોગસ હોવાના મુદ્દે આપ નેતા અરવિંદ કેજરીવાલે ઉઠાવેલા વિવાદ સામે કાઉન્ટર એટેક કરતાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ કેજરીવાલને નિશાને લીધા હતા.

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, સાચી વિગતો જાણ્યા વિના વિવાદ ઉભો કરવો ના જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1978માં બીએની પરીક્ષા એબીવીપી શિબિરમાં રહીને આપી હતી. ત્યાર બાદ એમની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી ખાતેથી મેળવી હતી.

વધુમાં તેમણે અરવિંદ કેજરીવાલ સામે નિશાન તાકતાં કહ્યું કે, વડાપ્રધાનની ડિગ્રી સામે ઉઠાવાયેલ વિવાદ તદ્દન ખોટો અને પાયાવિહોણો છે. અરવિંદ કેજરીવાલે આ માટે દેશવાસીઓની માફી માગવી જોઇએ.
First published: May 9, 2016
વધુ વાંચો
अगली ख़बर