Home /News /madhya-gujarat /

PM મોદીએ અમદાવાદ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, CM રૂપાણી-મેયર સાથે કરી વાત

PM મોદીએ અમદાવાદ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, CM રૂપાણી-મેયર સાથે કરી વાત

ફાઇલ તસવીર.

પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડમાંથી મૃતકોના પરિવારોને બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની મદદની વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

    અમદાવાદઃ શહેરના નવરંગપુરામાં આવેલી કોવિડ-19ના દર્દીઓ માટેની સ્પેશલ ખાનગી હૉસ્પિટલમાં બુધવાર રાત્રે ભીષણ આગળ લાગતાં 8 દર્દીઓનાં મોત થયા છે. આઈસીયૂ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે સારવારદર્દીઓનાં મોત થયા છે. બીજી તરફ અન્ય 35 દર્દીઓને અન્ય હૉસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં બનેલી આ કરૂણ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત પણ કરી છે.

    વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, અમદાવાદની હૉસ્પિટલમાં બનેલી આગની કરૂણ ઘટનાથી દુઃખી છું. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત વહેલી તકે સ્વસ્થ્ય થાય તેની કામના કરું છું.

    પીએમ મોદીએ ટ્વિટમાં વધુમાં જણાવ્યું કે, આ મામલે મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી છે.

    આ પણ વાંચો, અમદાવાદની ખાનગી કોવિડ હૉસ્પિટલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, 8 દર્દીઓનાં મોત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM નેશનલ રિલિફ ફંડ (PMNRF)માંથી મૃતકોનો પરિવારોને બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો, અમદાવાદ હૉસ્પિટલની આગમાં બળીને ભડથું થયેલા દર્દીઓનાં પરિવારોનો આક્ષેપ, હૉસ્પિટલે જાણ ન કરી, સવારે ટીવી જોઇને ખબર પડી


    નોંધનીય છે કે, મોડી રાતે આશરે 3 વાગે નવરંગપુરાની શ્રેય હૉસ્પિટલમાં ચોથે માળે જ્યાં આઇસીયૂ છે ત્યાં ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની 15 મિનિટ બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. આ ગોઝારી ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયૂમાં જ બળીને ભડથુ થઇ ગયા. આ ઉપરાંત એક પેરામેડિલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા છે. જેમને વી.એસ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bijal Patel, Covid hospital, Shrey Hospital, Vijay Rupani, અમદાવાદ, આગ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन