PM Modi Cabinet : નવા મંત્રી મંડળમાં ગુજરાતનાં 3 સાંસદોને સ્થાન મળતા મોદી મંત્રી મંડળમાં ગુજરાતનો દબદબો
Modi Cabinet Live Updates :
પરોષત્તમ રૂપાલ, એસ.જયશંકર, અને મનસુખ માંડવીયા રાજયસભાના સાંસદ છે
અમતિ શાહ ઉપરાંત દેવુસિંહ, મહેન્દ્ર મુંજપરા અને દર્શના જરદોશ લોકસભાના સાંસદ છે.
હિમાંશુ મકવાણા અમદાવાદા : મોદી સરકારનું કેબિનેટ વિસ્તરણ (Modi Cabinet Reshuffle) બુધવાર સાંજે થશે. વડાપ્રધાન મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે પહેલીવાર કેબિનેટ વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેના માટે ઔપચારિક રીતે આમંત્રણ પાઠવવવામાં આવ્યું છે. આ નવા મંત્રી મંડળમાં 43 સાંસદો મંત્રી તરીકે શપથ લેશે જેમાં ગુજરાતમાંથી (Gujarat Mps in Cabinet) 3 નવા ચહેરા સાથે 2 વર્તમાન મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ મંત્રી મંડળમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા સાથે હવે સુરતના સાંસદ દર્શના જરદોશ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાને સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીના મંત્રી મંડળમાં આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકર પણ ગુજરાતની બેઠકોના સાંસદના છે. ગૃહમંત્રી શાહ ગાંધીનગરના સાંસદ તો વિદેશ મંત્રી એસ.જયશંકર રાજ્યસભાના સદસ્ય છે. આમ ગુજરાતનો મોદી મંત્રીમંડળમાં હવે ડંકો વાગશે. આ મંત્રી મંડળ વડાપ્રધાન મોદીનું સોશિયલ એન્જિનિયરીંગ જોવા મળે છે.
નરેન્દ્ર મોદીના (Narendra Modi) સોશિયલ એન્જિનિયરિંગને (Social Engineering) પારખવામાં સૌ કોઈ થાપ ખાઈ જાતું હોય છે, કોની વરણી કયાં અને કયારે થશે તે કહેવું દર વખતે અઘરૂ હોય છે, નામનો ચર્ચા બીજા કોઈની થાય છે અને સ્થાન બીજા કોઈને મળે છે, રામભાઈ મોકરિયા હોય કે પછી દિનેશભાઈ અનાવાડિયા કે પછી હોય જુગલજી ઠાકોર, આ એવા નામ છે જે કયારેય ચર્ચામાં આવ્યા નથી.
આ નામોએ સૌકોઈને આશ્ચર્યમાં મુકી દીધા હતા, આ વખતે પણ ત્રણ નામ અપવાદમાં છે, દેવુસિંહ (Devusinh chauhan) જેઓ બીજી વાર જ સાંસદ બન્યાં છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન મળવા જઈ રહ્યું છે, આવું જ મહેન્દ્ર મુંજપરાના (Dr. Mahendra Manjapra) કેસમાં છે, જેઓ પહેલીવાર જ સાંસદ બન્યાં છે તેમ છતાં તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, તેમનો સમાજસેવાનો અભિગમ જ તેમને કામ આવી ગયો છે.
(1)દર્શના બહેન જરદોશ : લોકસભાની સુરત બેઠક પરથી ત્રીજી વખત ચુંટાઈને આવ્યા છે, તેમણે કોર્પોરેરટરથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી, તેઓ ગુજરાત સોશિયલ વેલફેર બોર્ડનાં સભ્ય છે, છેલ્લા વર્ષથી તેઓ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે.
" isDesktop="true" id="1112200" >
(2) દેવુસિંહ ચૌહાણ : ખેડા લોકસભા બેઠક પરથી બીજીવાર સાંસદ બન્યાં છે, તેઓ બે વખત ધારાસભ્ય તરીકે પણ ચુંટાઈ આવ્યાં છે, તેમણે ડિપ્લોમા ઈલેકિટ્રકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
(3) મહેન્દ્ર મુંજપરા : પહેલી વખત સુરેન્દ્રનગરથી સાંસદ બનેલા મહેન્દ્ર મુંજપરાને જાણે લોટરી લાગી છે, વ્યવસાયે તબીબ છે, કાર્ડિયોલોજિસ્ટ છે, સમાજસેવાની તેમની છાપ છે, તેઓ દર્દીને સસ્તામાં સસ્તી દવાઓ આપી તેમની સેવા કરે છે.
(4) પરસોત્તમ રૂપાલ : તેઓ 1988-91 સુધી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યાં હતા, તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર પણ રહી ચુકયાં છે, તેઓ ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન રહી ચુકયા છે, રાજયસભાના સાંસદ છે
(5) મનસુખ માંડવીયા : 2002માં ભાવનગરના પાલીતાણા વિધાનસભા બેઠક પરથી ચુંટાયા હતા, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રિઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન રહી ચુકયા છે, 2012માં રાજયસભાના સાંસદ બન્યાં, 2013માં ગુજરાત ભાજના સૌથી યુવા સેક્રેટરી રહ્યાં, 2016માં મીનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર મિનિસ્ટ્રિ ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, મિનિસ્ટ્રિ ઓફ શિપિંગ અને મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝરનો વિભાગ પણ સંભાળ્યો, 2018માં ફરી રાજયસભા માટે ચુંટાયા, હવે મોદી સરકારમાં તેમનું પ્રોમશન થયું છે.