નવી દિલ્હી. મોદી સરકારનું કેબિનેટ વિસ્તરણ (Modi Cabinet Reshuffle) બુધવાર સાંજે થશે. વડાપ્રધાન મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે પહેલીવાર કેબિનેટ વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેના માટે ઔપચારિક રીતે આમંત્રણ પાઠવવવામાં આવ્યું છે. આ નવા મંત્રી મંડળમાં 43 સાંસદો મંત્રી તરીકે શપથ લેશે જેમાં ગુજરાતમાંથી (Gujarat Mps in Cabinet) 3 નવા ચહેરા સાથે 2 વર્તમાન મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ મંત્રી મંડળમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા સાથે હવે સુરતના સાંસદ દર્શના જરદોશ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાને સ્થાન આપવામાં આવ્યું છે.
આ મંત્રી મંડળમાં મનસુખ માંડવિયા અને રૂપાલાને પ્રમોશન મળે તેવી શક્યતા છે જ્યારે બાકીના ત્રણ સાંસદો રાજ્ય મંત્રી તરીકે શપથ લેશે. ઉલ્લેખનીય છે કે માંડવિયા હાલમાં રાજ્ય મંત્રી છે પરંતુ તેઓને શિપીંગ અને ફાર્માનો સ્વતંત્ર પ્રભાર છે જ્યારે રૂપાલા કૃષિરાજ્ય મંત્રી છે. આ બંને મંત્રીઓ પૈકી રૂપાલાને સ્વતંત્ર હવાલા તરીકે સહકાર મંત્રીનો પદભાર મળે તેવી ચર્ચાઓ છે.
મનસુખ માંડવિયા : મનસુખ માંડવિયા રાજ્યસભામાંથી સાંસદ છે અને હાલમાં સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રી હતા. તેમનું પ્રમોશન થયું છે. હવે તેમને સ્વતંત્ર પ્રભાર અથવા તો કેબિનેટ મંત્રીનું પદ મળશે. માંડવિયા ભાવનગરના લેઉઆ પટેલ છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના એક કદ્દાવર જમીની નેતા છે. વડાપ્રધાન મોદીના વિશ્વાસું ઉપરાંત જ્ઞાતિગત અને વિકાસની રાજનીતિનો મોટો ચહેરો છે. દિલ્હીમાં સાઇકલિંગ ક્લબ શરૂ કરી અને સંસદમાં સાયકલ લઈને જવા માટે તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા
" isDesktop="true" id="1112118" >
પરષોત્તમ રૂપાલા : ભારતીય જનતા પાર્ટીના અડીખમ નેતા રૂપાલા અમરેલી જિલ્લાના કડવા પાટીદાર છે. તેઓ રાજ્યસભાના સાંસદ છે અને હાલમાં કૃષિ રાજ્યમંત્રી હતા. રૂપાલાને નવા મંત્રી મંડળમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. જનસંઘના સમયથી ગુજરાતમાં ભાજપનો પાયો નાંખનારા નેતા પૈકીના એક રૂપાલા ભાજપના ટ્રબલ શૂટર છે. જ્યારે જ્યારે પાર્ટીને જ્ઞાતિગત સમીકરણો સાધવાથી લઈને ગ્રાઉન્ડ માટે નેતાની જરૂર પડે છે ત્યારે રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવે છે. રૂપાલા દિગ્ગજ સહકાર આગેવાન હોવાથી નવું સહકાર મંત્રાલય તેમના ખાતે જવાની શક્યતાઓ પૂરેપૂરી છે.
દર્શના જરદોશ : દર્શના જરદોશ સુરનતા સાંસદ છે અને વર્ષ 2009થી આ સાંસદ તરીકે તેમની ત્રીજી ટર્મ છે. 2009માં તેઓ પ્રથમવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ વર્ષ 2014માં પીએમ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 5,33,190 મતોની રેકોર્ડબ્રેક લીડ સાથે જીત્યા હતા. વર્ષ 2019માં તેઓ સાંસદ તરીકે ફરી ચૂંટાયા હતા. તેઓ સંસદને પબ્લિક અફેર્સ કમિટીના સદસ્ય છે.
દેવુસિંહ ચૌહાણ : ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ મૂળે કૉંગ્રેસના નેતા હતા પરંતુ ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને વર્ષ 2014માં સાંસદ તરીકે ચૂંટાયા. દેવુસિંહ ચૌહાણની પસંદગીથી ઓબીસી વર્ગના મતોને તેમજ મધ્યગુજરાતથી લઈને આદિવાસી પટ્ટા સુધીના મોટા વિસ્તારને અંકે કરવાની રણનીતિ હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.
ડૉ. મહેન્દ્ર મુંજપરા : સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મુંજપરાને આ મંત્રીમંડળમાં લોટરી લાગી છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. તેઓ વર્ષ 2019માં પ્રથમવાર જ ચૂંટાયા અને સીધા મંત્રમંડળમાં પહોંચ્યા છે. કોળી સમાજના મુંજપરા સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી પરષોત્તમ સોલંકી સહિતના કોળી નેતાઓએ અન્યાય થતો હોવાનો ગણગણાટ કરતાં પીએમ મોદીએ આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે.