કેવડિયામાં 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. જેને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 9:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન કરી ચુક્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ દ્વારા તેમનું ફૂલનો ગુચ્છો આપી એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન જવા માટે રવાના થયા છે. રાજભવન ખાતે તેઓ રાત્રી રકોકાણ કરશે.
ઉલ્લેખનીય છે કે, આવતી કાલે 31 ઓક્ટોબરે વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવા જવાના છે. સવારે 9 કલાકે હેલીપેડ પર કેવડીયા ઉતરશે. સૌ પ્રથમ તેઓ વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. અહીંથી તેઓ સવારે 9:50 ટેન્ટસિટી પર આગમન કરશે. ત્યાંથી 10.15 કલાકે સભા સ્થળ પર જશે. સવારે 10:20 કલાકે વોલ ઓફ યુનિટી પર કાર્યક્રમ છે.
ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમાનો વિચાર બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવ્યો, અને ત્યાર બાદ મોદીના આદેશથી કામ પણ આગળ વધ્યુ. અમેરિકા આર્કિટેકટ માઈકલ ગ્રેસ અને ટનલ એસોસિટેએટ્સ કંપનીને પણ હાયર કરવામાં આવી. માઈકલ ગ્રેસે ભારતમાં સરદારના બધા સ્ટેચ્યુ જોયા. સરદાર વિશે વાચ્યું, અભ્યાસ બાદ તેમણે રિપોર્ટ કર્યો કે, અમદાવાદ એરપોર્ટ પર આવેલી સરદારની પ્રતિમા સરદારના વ્યક્તિ્વ, ચાલ, કપડા, ચહેરાના હવાભાવને લઈને સૌથી શ્રેષ્ઠ મૂર્તિ છે. આ પ્રતિમા રામ સુથારે બનાવેલી છે. ત્યાર બાદ ગુજરાત સરકારમાંથી તેમને ફોન આવ્યો કે અમને તમે બનાવેલી એરપોર્ટની સરદારની પ્રતિમા ગમી છે. એલએન્ડટીને ટેન્ડર મળતા અમારો અપ્રોચ કર્યો, અને અમે આ પ્રોજેકટ સાથે જોડાયા અમે ફોટોના આધારે 30 ફુટનો ચહેરો બનાવ્યો. પછી કમિટીના સભ્યોએ દિલ્હીમાં અમારા સ્ટુડીઓમા આવ્યા. પ્રતિમાનો ચહેરો સાઈડથી ફ્રન્ટથી જોયુ, અપ્રુવ કર્યો. 30 ફુટના સ્ટેચ્યુને 3ડી સ્કેન કરીને ચાઈનાની એક કાર્સ્ટીગ કંપનીને મોકલાવ્યુ. કામ દરમિયાન અમને કહેવાયુ કે, તમે ચીન જઈને જુવો કે બધુ બરાબર છે કે નહી. એ લોકો ત્યા બુદ્ધાની મૂર્તી બનાવે છે. એટલે એ પ્રકારે બનાવી હતી. સરદાર બહુ કડક સ્વભાવના હતા તેના ચહેરા પર આત્મવિશ્ર્વાસ દેખાતો તે પ્રતિમા જોવા મળે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર