વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
PM મોદીએ કચ્છીમાં ટ્વિટ કરીને કચ્છી સમુદાયના સાંસ્કૃતિક વારસા અને વીરતાનો ઉલ્લેખ કર્યો

PM મોદીએ કચ્છીમાં ટ્વિટ કરીને કચ્છી સમુદાયના સાંસ્કૃતિક વારસા અને વીરતાનો ઉલ્લેખ કર્યો

 • Share this:
  અમદાવાદઃ આજે સમગ્ર દેશ હર્ષોઉલ્લાસથી અષાઢી બીજ (Ashadhi Bij)ની ઉજવણી કરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે શરતી મંજૂરી આપતાં પુરીમાં જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા નગરચર્યા નહીં કરે. મંદિર પરિસરમાં જ રથોની પ્રદક્ષિણા કરવામાં આવી રહી છે. અષાઢી બીજ ધ્યાને લઈ વડાપ્રધાન નરેન્ર્ગ મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કરીને લોકોને શુભેચ્છા આપી છે. આજે જ કચ્છી નવું વર્ષ ઉજવાતું હોવાથી પીએમ મોદીએ કચ્છી ભાષામાં ટ્વિટ કરીને કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત, ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદની 143મી રથયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી છે.

  વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું છે કે, અષાઢી બીજના પાવન પ્રસંગે કચ્છી સમુદાયને શુભેચ્છા પાઠવું છું. કચ્છી સમુદાય મહાન સંસ્કૃતિ અને વીરતા માટે જાણીતી છે. આગામી વર્ષ આનંદ અને સારું આરોગ્ય લઈને આવે તેવી હું કામના કરું છું.
  વડાપ્રધાને આ ઉપરાંત અન્ય એક ટ્વિટ કચ્છીમાં કર્યું છે. તેમાં કચ્છના સાંસ્કૃતિક વારસા અને અને વીરતાની વાત રજૂ કરવામાં આવી છે.


  ગૃહ મંત્રી અમિત શાહને અમદાવાદની રથયાત્રામાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કારણવશ તેઓ સામેલ ન થઈ શક્યા. પરંતુ તેમણે પણ ટ્વિટ કરીને શુભેચ્છા આપવા ઉપરાંત ભગવાન જગન્નાથ કોરોનાની મહામારીથી મુક્ત કરે તેવી કામના કરી હતી.


  આ પણ વાંચો, અમદાવાદ રથયાત્રા : પોલીસે ભક્તો સામે લાકડી ઉગામતા જ પ્રદીપસિંહ ઓફિસ બહાર દોડી આવ્યા

  આ પણ વાંચો, પહિન્દવિધિ કર્યા બાદ CM રૂપાણીએ કહ્યું, 'મંદિરનાં મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીએ વ્યવહારું રસ્તો કાઢ્યો'
  Published by:Mrunal Bhojak
  First published:June 23, 2020, 11:02 am