છેલ્લા 4 વર્ષમાં GDPનો ગ્રોથ વધ્યો છે જ્યારે મંદી ઘટી છે: PM નરેન્દ્ર મોદી

News18 Gujarati
Updated: January 18, 2019, 2:48 PM IST
છેલ્લા 4 વર્ષમાં GDPનો ગ્રોથ વધ્યો છે જ્યારે મંદી ઘટી છે: PM નરેન્દ્ર મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ આજે નવમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન કર્યું છે.

સમિટ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી જ્યારે બોલવા આવ્યાં ત્યારે લોકોએ 'ભારત માતા કી જય'નાં નારા લગાવ્યાં હતાં.

  • Share this:
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીએ આજે નવમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન કર્યું છે. આ સમિટનું આયોજન તારીખ 18થી 20 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વનાં અનેક નામાંકિત ઉદ્યોગપતિઓથી લઇને 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીઓ અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સાંજે સોવરિન ફંડ, પેન્શન ફંડ સહિતના વિદેશી મુડીરોકાણકર્તાઓના સમુહ સાથે વડાપ્રધાન કાર્યાલય તરફથી મહાત્મા મંદિરમાં ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સમિટ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી જ્યારે બોલવા આવ્યાં ત્યારે લોકોએ 'ભારત માતા કી જય'નાં નારા લગાવ્યાં હતાં. તેમણે સંબોધનની શરૂવાતમાં જ દેશવિદેશનાં મહાનુંભાવોનું સ્વાગત કર્યું અને ખુશીની લાગણી વ્યક્ત કરી.

આ પણ વાંચો: ગુજરાત રિલાયન્સની જન્મ અને કર્મભૂમિ, 'ડિજિટલ ગુજરાત' માટે Jio પ્રતિબદ્ધ : મુકેશ અંબાણી

'વાયબ્રન્ટ ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો' 

પીએમ મોદીએ આગળ જણાવતાં કહ્યું કે, ' અહીં માત્ર રાજ્યનાં જ નહીં પરંતુ વિવિધ દેશોનાં લોકોને જોઇને મને ગર્વનો અનુભવ થાય છે. આ કાર્યક્રમ હવે માત્ર દેશનો જ નથી લાગતો હવે આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્તરનો થયો છે.' તેમણે જણાવ્યું કે, 'ભારત હવે વેપાર માટે તૈયાર થઇ ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 4 વર્ષોથી અમે વર્લ્ડ બેંકનાં ડૂઇંગ બિઝનેસ રિપોર્ટનાં ગ્લોબલ રેંકિંગમાં 65 સ્થાનનો કુદકો માર્યો છે. પરંતુ અમે હજી સંતુષ્ટ નથી. મેં મારી ટીમને વધારે મહેનત કરવાનું કહ્યું છે જેથી ભારત આવતા વર્ષે પહેલા 50માં આવી જાય.'

આ પણ વાંચો: વાઇબ્રન્ટનાં મહેમાનો લંચમાં જમશે ઊંધિયું, ડિનરમાં હશે રૂ. 4000ની પ્લેટ'અમારા સમયમાં જીડીપી ગ્રોથ વધ્યો છે'

1991થી કોઇપણ ભારત સરકારમાં અમારી સરકારનાં સમયમાં સરેરાશ 7.3 ટકા જીડીપી ગ્રોથ મહત્તમ છે. જો બીજી બાજુ જોઇએ તો મંદીનો સામાન્ય રેટ જે 4.6 ટકા છે તે પણ નીચો છે. અમે યુવાનોને રોજગારીની તકો ઉભી કરવા માટે ઘણી મહેનત કરી છે. 'મેક ઇન ઇન્ડિયા'માં રોકાણ, કે પછી 'સ્કિલ ઇન્ડિય' અને 'ડિજીટલ ઇન્ડિયા' જેવા કાર્યક્રમો હોય, અમારો હેતુ તો એક જ છે રોજગારી.

'વેપારને વધારે સરળ બનાવવો છે'

PM મોદીએ જીએસટી અંગે જણાવતા કહ્યું કે, 'અમે પ્રયત્ન કરી રહ્યાં છે કે વેપાર કરવો વધારે સરળ બને. જીએસટીનાં અમલીકરણ અને અન્ય મહત્વનાં કરોનાં કારણે ટ્રાન્સેક્શન કિંમત અને પ્રોસેસ વધારે સારી બની છે. અમારે હજી વેપારને ડિજીટલ પ્રોસેસથી વધારે ઝડપી બનાવવો છે.'
First published: January 18, 2019
વધુ વાંચો
अगली ख़बर