વડનગર : PM મોદીનું જન્મસ્થાન વીજળી સંચાલિત રેલનેટવર્ક સાથે જોડાયું, ઉત્તર ગુજરાતને મોટો લાભ મળશે


Updated: January 31, 2020, 9:21 AM IST
વડનગર : PM મોદીનું જન્મસ્થાન વીજળી સંચાલિત રેલનેટવર્ક સાથે જોડાયું, ઉત્તર ગુજરાતને મોટો લાભ મળશે
વડાપ્રધાન મોદી અને વડનગર રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર

પશ્ચિમ રેલ્વેએ માત્ર 8 મહિનામાં મહેસાણા-વડનગર વચ્ચે નવી રૂપાંતરિત મોટી લાઇનનું વીજળીકરણ કાર્ય પૂર્ણ કર્યુ છે

  • Share this:
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરના રેલવે સ્ટેશની કાયાપલટ કરવામાં આવી છે.અને હવે ઈલેક્ટ્રિક ટ્રેક્શન પર રેલ નેટવર્ક સાથે જોડાયુ છે.સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વડનગર-મોઢેરા-પાટણના હેરિટેજ સર્કિટ પર વડનગરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યુ છે.અને જેના કારણે સ્થાનિક લોકોને સામાજિક અને આર્થિક લાભ મળશે.અને આ ક્ષેત્રમા આર્થિક,પર્યટન અને કૃષિ વિકાસને પ્રોત્સાહન મળશે.અને જ્યારે ઈલેક્ટિક ટ્રેકશનને વડનગર સુધી લંબાવવામાં આવ્યુ છે તે રેલવે દ્વારા વધુ ઉર્જા બચત કરવા વાળી મેમુ સેવાઓ શરુ કરવા અને આ માર્ગ પર નવી મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો શરુ કરવામાં આવશે.

મહેસાણા-વડનગર વિભાગમાં ભારે વરસાદને કારણે લગભગ ત્રણ મહિના કામ અટક્યું હતું.તેમ છતાં પશ્ચિમ રેલ્વેએ રેકોર્ડ સમયમાં કામગીરી પૂર્ણ કરી દીધી છે.પશ્ચિમ રેલ્વેએ રેલવેના 100 ટકા વીજળીકરણના  મિશનને પૂર્ણ કરવા માટે અમલમાં આવતા અન્ય સમાન પ્રોજેક્ટ્સ માટે ચોક્કસપણે એક માપદંડ નક્કી કર્યો છે.અને વીજળીકરણ કાર્ય પૂર્ણ કર્યુ છે.છેલ્લા પાંચ વર્ષમાં પ્રવાસીઓની સુવિધામાં અનેકગણો વધારો કર્યો છે.ગેસ કન્વર્ઝન, વીજળીકરણ, ડબલિંગ અને માનવરહિત કક્ષાના ક્રોસિંગ ગેટ્સને દૂર કરવાના કામમાં નોંધપાત્ર વધારો થયો છે. પશ્ચિમ રેલ્વેએ માત્ર 8 મહિનામાં મહેસાણા-વડનગર વચ્ચે નવી રૂપાંતરિત મોટી લાઇનનું વીજળીકરણ કાર્ય પૂર્ણ કર્યુ છે.

આ પણ વાંચો :  અમદાવાદ : AMCનો સપાટો, જાહેર રસ્તા પર પાર્કિંગ બદલ 22 બિલ્ડીંગનાં 180 યૂનિટ સીલ

વડનગર રેલવે સ્ટેશને ભવિષ્યમાં નવી મેઇલ અને મેમુ ટ્રેનનો પ્રારંભ થશે.


રેલ્વે સેફ્ટી કમિશનર આર.કે. શર્માએ વડનગર સ્ટેશન પરના કામો સહિતના આખા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.વડનગર-મહેસાણા વચ્ચેનો વિભાગ મહેસાણા-તારંગાહિલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનો એક ભાગ છે.  મહેસાણા-વડનગર વિભાગ વચ્ચે 34.43 કિ.મી. ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયું હતું અને 23 જુલાઇ 2019ના રોજ ટ્રાફિક માટે ખુલ્લું મૂકાયું હતું.

રોશનીથી સજ્જ વડાપ્રધાન મોદીના વડનગરનું રેલવે સ્ટેશન
ઇલેક્ટ્રિફિકેશન કામને રેલવે મંત્રાલયે એપ્રિલ -2019ના મહિનામાં મંજૂરી આપી હતી.જેની કુલ કિંમત 74.66 કરોડ છે. વીજળીકરણનું કામ પશ્ચિમ રેલ્વે દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું. મહેસાણા-વડનગર વિભાગ વચ્ચે 34.43 કિ.મી.  ગેજ કન્વર્ઝનનું કામ ફક્ત 8 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે.રેલવે દ્વારા પણ પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે રેલખંડ પર 2500 વોલ્ટનો કરંટ પ્રવાહિત થયા છે.જેના કારણે પ્રવાસીઓએ ટ્રેન પર ચઢવાયો પ્રયાસ કરવો નહી.
First published: January 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading