PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આ શહેરમાં સ્થપાશે દવાઓનું ગ્લોબલ સેન્ટર
PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આ શહેરમાં સ્થપાશે દવાઓનું ગ્લોબલ સેન્ટર
ભુપેન્દ્ર પટેલે PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળનો આભાર માન્યો
WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે મંજૂરી આપીભુપેન્દ્ર પટેલે PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળનો આભાર માન્યોમાત્રને માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવાની મંજૂરી
અમદાવાદ: વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસ ગુજરાત પ્રવાસે છે. કોરોના કાળ પછી પીએમ મોદી (PM Modi) પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ, આ બધી વાત વચ્ચે મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકારે (Government) ગુજરાતના (Gujarat) જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે મંજૂરી આપી દીધી છે. જો કે આ વાત દરેક ગુજરાતી માટે ખૂબ જ ગર્વની છે.
તમને જણાવી દઇએ કે, આ સેન્ટરે પરંપરાગત દવાને (Medicine) લગતી વૈશ્વિક આરોગ્ય બાબતે અનેક નેતૃત્વ પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે, આ મંજૂરી મળતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે, જામનગરમાં આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરશે. જે આખા વિશ્વમાં (World) પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર (Global Centre) હશે.
જામનગરમાં સ્થાપિત થનારું આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને (Medicine) લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. નોંધનીય છે કે, વડાપ્રધાને આ પહેલા એટલે કે 13 નવેમ્બર 2020ના રોજ જામનગરમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આર્યુવેદને ઇન્સ્ટિટ્યુટ ઓફ નેચરલ ઇમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્યક્ષેત્રે (Health) મહત્વની એક મોટી ભેટ આપી હતી.
આમ, આ બધી વાત વચ્ચે મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસ ગુજરાત (Gujarat) પ્રવાસે છે ત્યારે અનેક તૈયારીઓ સ્વાગત માટે કરવામાં આવી છે. પીએમ મોદીના આગમનને કારણે અમદાવાદમાં (Ahmedabad) ડફનાળાથી એરપોર્ટ (Airport) સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. માત્રને માત્ર ભાજપના કાર્યકરોની બસ (Bus) અને ગાડીને (Car) જ જવાની મંજૂરી આપવામાં આવી છે.
પીએમ મોદીના સ્વાગત માટે રસ્તા પર કુચીપુડી, મયુર ડાન્સ, ભરતનાટ્યમ જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થઇ રહ્યા છે. આ સાથે જ સમગ્ર બંદોબસ્ત પણ કરવામાં આવ્યું છે. એરપોર્ટથી કમલમ સુધી રોડ શોમાં અંદાજે 4 લાખ લોકો અભિવાદન કરશે, એમ પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું. પીએમ મોદીના આ પ્રવાસમાં 6000થી પણ વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓની બાજનજર રહેશે. આ સાથે પીએમની સુરક્ષામાં હથિયારી ગાર્ડ પણ હાજર રહેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર