PM મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સી પ્લેન સાકાર! જાણી લો કેટલું હશે ભાડું, દિવસમાં કેટલી વખત ભરશે ઉડાન?

PM મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સી પ્લેન સાકાર! જાણી લો કેટલું હશે ભાડું, દિવસમાં કેટલી વખત ભરશે ઉડાન?
ફાઈલ તસવીર

સી પ્લેન પ્રોજેક્ટનો ખર્ચે ભારત સરકાર ઉઠાવશે. 19 બેઠકનું સી પ્લેન હશે. જે ભારતનું પહેલું પ્લેન હશે કે પાણીમાંથી ઉડશે.

  • Share this:
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra modi) મહત્વાકાંક્ષી પ્રોજેકટ સી પ્લેન (sea plane) હવે સાકાર થવા જઇ રહ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય સરકારના સચિવ પ્રદિપ ખરોલા અને નિયામક, નાગરિક ઉડ્ડયન કેપ્ટન અજય ચૌહાણ સાબરમતી રિવરફ્રન્ટ સાઇટની (Sabarmati Riverfront) મુલાકત લઇ સમિક્ષા કરી હતી. ભારત સરકાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા ત્રિપક્ષીય એમ ઓ યુ કરવાના આવેલી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સી પ્લેન સેવા શરૂ કરવા માટે ચીફ સેક્રેટેરિયેટ અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક પી એમ મેદાન ડ્રીમ પ્રોજેક્ટને આખરી ઓપ અપાયો હતો.

સી પ્લેન મુદ્દે ગુજસેલના સીઇઓ અને નિયામક  નાગરિક ઉડ્ડયન કેપ્ટન અજય ચૌહાણ સાથે ખાસ વાતચીત ન્યૂઝ18ગુજરાતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ સી પ્લેન હવે સાકાર થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સ્વપ્ન હતુ કે પાણીમાં પ્લેન ઉડે. તેમાં પણ આ સેવા કેવડિયા અને સાબરમતી નદીમા પ્રથમ તબક્કાના દેશમાં શરૂ કરાશે.



અજય ચૌહાણે જણાવ્યુ હતુ કે અન્ય વિકસિત દેશમાં આ પ્રોજેકટ ચાલી રહ્યા છે પરંતુ ભારતમાં હજુ નથી. સીએમ વિજય રૂપાણી (CM vijay rupani) અધક્ષતામા  સરકારના અધિકારીઓની ઉપસ્થિતિમાં 22 જૂલાઇના રોજ ભારત સરકાર સાથે MOU કરાયા છે. સાબરમતી નદીથી કેવિડાયા દિવસમાં ચાર વખત સી પ્લેન ઉડાન ભરશે. ઉડ્ડયન મંત્રાલય ટીમ અમદાવાદ ખાતે અને કેવિડાયા ખાતે સમિક્ષા કરી છે.

આ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! બે યુવતીઓએ એકબીજા સાથે કર્યા લગ્ન, આવી રીતે થયો હતો પ્રેમ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય સરકારના સચિવ પ્રદિપ ખરોલા અને નિયામક, નાગરિક ઉડ્ડયન કેપ્ટન અજય ચૌહાણ સાબરમતી રિવરફ્રન્ટ સાઇટની મુલાકત લઇ સમિક્ષા કરી હતી.


સી પ્લેન પ્રોજેક્ટનો ખર્ચે ભારત સરકાર ઉઠાવશે. 19 બેઠકનું સી પ્લેન હશે. જે ભારતનું પહેલું પ્લેન હશે કે પાણીમાંથી ઉડશે. સ્પાઇટ જેટને સી પ્લેન માટે કામ અપાયું છે. ઓક્ટોબરના અંત સુધીમાં આ સેવા કાર્યરત કરવાનો પ્રયાસ.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ corona વચ્ચે સરકારની મંજૂરી માટે ગરબા આયોજકોનો આવો છે 'માસ્ટર પ્લાન'

આ પણ વાંચોઃ-ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા ઉપર વિદેશી મહિલાએ શૂટ કર્યો ન્યૂડ Video, આવું આપ્યું કારણ

ગુજરાતમા ત્રણ જગ્યા હાલ નક્કી કરાઇ. જેમાં શત્રુજેય ડેમ, સાબરમતી નદી અને કેવિડીય સરદાર સરોવર ડેમ સમાવેશ છે. ધરોઇ ડેમ ચોથી જગ્યા તરીકે પસંદ કરાયો છે. પરંતુ ફાઇનલ કરાયો નથી.

ગુજરાત સહિત દેશમાં 17 લોકેશન નક્કી કરાયા છે. દેશમાં સૌથી પહેલા સેવા ગુજરાતથી શરૂ થશે. આ ઉડાન માટે પ્રવાસીઓને 4800 રૂપિયા ભાડુ ચુકવુ પડશે. સાબરમતી નદીથી કેવડિયા સી પ્લેન માટેદિવસમાં ચાર ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. પ્રથમ ફ્લાઇટનુ ઉદઘાટન 31 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.
Published by:ankit patel
First published:August 29, 2020, 22:12 pm