Home /News /madhya-gujarat /

PM મોદી 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમની 20 મિનિટની મુલાકાત લેશે, જાણો ત્યાંનો કાર્યક્રમ

PM મોદી 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમની 20 મિનિટની મુલાકાત લેશે, જાણો ત્યાંનો કાર્યક્રમ

ગાંધી આશ્રમ

એસપીજીના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષાના કારણોસર રાજ્ય સરકારનાં અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે.

    સંજય ટાંક, અમદાવાદ : 2 ઓક્ટોબરે (2nd October) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Mahatma Gandhi) જન્મજંયતી છે તે પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગાંધી આશ્રમની (Gandhi Ashram) મુલાકાતે આવવાના છે. તે માટે ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજીતરફ એસપીજીના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષાના કારણોસર રાજ્ય સરકારનાં અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે.

    20 મિનિટની મુલાકાત લેશે

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થવાની છે. જેની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે એસપીજીના અધિકારીઓ સાથે રાજ્ય સરકારનાં અધિકારીઓ, પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ તેમજ ગાંધી આશ્રમનાં સંચાલકોની એક બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને આ બેઠક યોજાઈ હતી. સાબરમતી આશ્રમનાં ડાયરેક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ગાંધી આશ્રમમાં 20 મીનીટનો છે. સાંજે 6.30 વાગે તેઓ આવશે અને 6.50 મિનિટે તેઓ નીકળી જશે. અહીં કોઈ સભાને તેઓ સંબોધવાના નથી. અહીં માત્ર તેઓની મુલાકાત છે. મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ છે ત્યાં ફુલહારથી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તેમજ મગન નિવાસ કે જે ચરખા ગેલેરી છે ત્યાંની મુલાકાત લેશે. તેમજ બાળકો કે જેઓ આ પ્રવૃતિ સાથે જોડાયેલા છે તેમાંથી 5 બાળકો સાથે બે કે ત્રણ મિનિટ વાત કરશે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્રદયકુંજ કે જે મહાત્મા ગાંધીજીનું નિવાસસ્થાન છે ત્યાં જશે અને બાપુની તસવીરને સુતરની આંટી પહેરાવશે.

    ગાંધી આશ્રમ


    મહત્વનું છે કે ગાંધી આશ્રમમાં અત્યાર સુધી જે પણ મહાનુભાવો મુલાકાત લે છે તે તમામ મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લઈને તેઓને જે પણ અનુભુતિ થઈ તે વિઝીટર બુકમાં પોતાનો સંદેશ આપતા હોય છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ વિઝીટર બુકમાં પોતાનો સંદેશો આપશે.
    First published:

    Tags: Gandhi Ashram, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन