વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 28 નવેમ્બરના રોજ અમદાવાદ (Ahmedabad) આવી રહ્યાં છે. પીએમ મોદી કરોનાની વેકસીનની (COrona vaccine) તૈયારીની સમીક્ષા માટે શનિવારે સવારે 9 વાગે અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં ઝાયડસ બાયોટેક પાર્ક (Zydus biotech Park) ખાતે આવવાના છે. જેથી અમાદાવાદ એરપોર્ટથી લઇને ચાંગોદર સુધી જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પોલીસ સહિત સંખ્યાબંધ પોલીસ કાફલો ખડકીને ચાંગોદરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ છે. શુક્રવારે બપોર એરપોર્ટથી ચાંગોદર સુધીના રુટ ઉપર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ઝાયડસ કેડિલાના પ્રોડક્શન સ્થળની મુલાકાત લેશે
ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ ઘણું જ વધી રહ્યું છે ત્યારે ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ કેડિલા કંપની દ્વારા કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. આ વેક્સીનની સમીક્ષા કરવા માટે પીએમ મોદી આવવાનાં છે. તેમના કાર્યક્રમ અંગે વાત કરીએ તો પીએમ મોદી 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે ત્યારબાદ ત્યાંથી હેલીકોપ્ટર દ્વારા ચાંગોદર હેલીપેડ જશે ત્યાંથી ઝાયડસ કેડિલા કે જ્યાં પ્રોડક્શન થાય છે તે સ્થળે જશે અને વેકસીન અંગે સમીક્ષા કરવામાં આવશે.
Gujarat: PM Narendra Modi to visit Zydus Biotech Park in Ahmedabad, Bharat Biotech in Hyderabad & Serum Institute of India in Pune today to personally review the #COVID19 vaccine development and manufacturing process.
તેઓ બે કલાકની મુલાકાત દરમિયાન વેક્સિન અંગે ચર્ચાઓ પણ કરશે. તેમની આ મુલાકાતમાં ઝાયકોવિડ વેકસીનના (ZyCoV-D) પરીક્ષણ અને માર્કેટમાં કેવી રીતે લોકોને મળી શકશે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ 11 વાગ્યે તેઓ પૂણે જવા રવાના થશે. જ્યાં સીરમ ઈન્સ્ટિટયૂટની મુલાકાત લેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડાપ્રધાનની મુલાકાત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં બે કલાક માટે રોકાવાના છે. આ ટૂંકી મુલાકાત દરમિયાન તેઓ ઝાયડસના રસી ઉત્પાદન કરતાં પ્લાન્ટમાં જશે અને ત્યાં રસી વિકસાવવાની પ્રક્રિયાનું નિરિક્ષણ કરશે. વડાપ્રધાન જાતે જ સમગ્ર દેશમાં કોરોનાની રસીના સંશોધન અને તેને લગતી પ્રક્રિયાનું સતત ધ્યાન રાખી રહ્યા છે.
ચાંગોદર પોલીસ છાવણીમાં ફેરવાયુ
વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચાંગોદર હેલિપેડથી ઝાયડસ બાયોટેક પાર્ક સુધી તમામ રસ્તા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બંદોબસ્તમાં 500થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહેશે. જેમાં 4 SP, 10 DYsp, 12 PI, 40 PSI સહિત BDDS અને LCB,SOG ની ટીમ પણ વડાપ્રધાનના બંદોબસ્ત માં ખડેપગે રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર