PM મોદી ગુજરાત પ્રવાસે, નવા વર્ષમાં માતા હીરાબાના આશીર્વાદ લીધા

News18 Gujarati
Updated: October 31, 2019, 7:18 AM IST
PM મોદી ગુજરાત પ્રવાસે, નવા વર્ષમાં માતા હીરાબાના આશીર્વાદ લીધા
પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા તે સમયની તસવીર

31 ઓક્ટોબર એકતા દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતા સીએમ સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી નવાવર્ષના આશિર્વાદ લેવા માટે ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબા પાસે પહોંચ્યા, ત્યારબાદ તે રાત્રિ રોકામ માટે રાજભવન ખાતે પહોંચી ગયા છે.

નરેન્દ્ર મોદીનો 31 તારીખનો કાર્યક્રમ


તમને જણાવી દઈએ કે, 31મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે. જેમાં તેઓ સવારે કેવડીયા આવશે. 8.00 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું ચરણ પૂજન કરશે. જે બાદ 8.15 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ, પોલીસ મેમોરિયલ મોમેન્ટો, તેમજ પ્રદર્શનને ખુલ્લું મુકશે. 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે.

તો 9.50 કલાકે ટેક્નોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનો શુભારંભ કરશે, જ્યારે 12:25 કલાકે પ્રોબેશનરી સનદી અધિકારીઓને સંબોધન કરશે. ત્યારબાદ 3:50 કલાકથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ મોદી કેવડીયાથી હેલિકોપ્ટરના માધ્યમથી બરોડા એરપોર્ટ જશે. જ્યાંથી તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબર એકતા દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે, ત્યારે વરસાદમાં પણ ખાસ વ્યવસ્થા કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, પ્રવાસીઓ માટે પૂરો દિવસ રજા રાખવામાં આવી છે. જે અંગે સ્ટેચ્યુના CEO આઈ.કે.પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી જરૂરી માહિતી આપી હતી.
First published: October 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading