ગુજરાત સ્થાપના દિવસ : PM મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છાઓ આપી, CM રૂપાણીએ શપથ લેવડાવ્યા

ગુજરાત સ્થાપના દિવસ : PM મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છાઓ આપી, CM રૂપાણીએ શપથ લેવડાવ્યા
પીએમ મોદી (ફાઇલ તસવીર)

ભારતીય જનતા પાર્ટીના રાજ્યના અધ્યક્ષ જિતુ વાઘાણીએ પણ કર્યુ આહ્વાન, જાણો કોણે શું કહ્યું?

 • Share this:
  અમદાવાદ : આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે ત્યારે રાજ્યના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યવાસીઓને ગુજરાત દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ગુજરાતીમાં ટ્વીટ લખી અને ગુજરાતની પ્રજાને અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તો આજના સ્થાપના દિને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટર પર ખાસ સંદેશો આપ્યો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ પણ ખાસ આહ્વાન કર્યુ છે.

  વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું કે 'ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !'  આ પણ વાંચો :    પોરબંદરના દાનવીર ઉદ્યોગપતિ રિઝવાન આડતીયાનું આફ્રિકામાં અપહરણ, બિનવારસી કાર મળી

  CM રૂપાણીએ માસ્કના શપથ લેવડાવ્યા

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્થાપના દિને વીડિયો મેસેજ જાહેર કરી અને સંકલ્પ લીધો હતો. તેમણે શપથ લઈ અને રાજ્યની જનતાને સંદેશો આપ્યો હતો કે ' હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ. , હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ., હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ.'

  આ પણ વાંચો :   લૉકડાઉનની અસર : રોજગારીના અભાવે આદિવાસી વિસ્તારોમાં આઝાદી બાદ ફરી સાટા પદ્ધતિ શરૂ

  જિતુ વાઘાણીએ પણ સંકલ્પ લેવડાવ્યો

  ગુજરાતના તમામ નાગરિકોને તેમજ દેશ અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તેની શુભેચ્છાઓ પાઠવતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણી એ કાર્યકરોને  મુખ્યમંત્રી  વિજય રૂપાણી દ્વારા ફેસબુક લાઇવના માધ્યમથી જણાવ્યાનુસાર આપણે સૌ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે  ૧. બહાર જતી વખતે ફરજીયાત માસ્ક પહેરવું, ૨. સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરવું, ૩. વારંવાર સાબુથી હાથ સાફ કરવા એમ આ ત્રણ સંકલ્પ લઈને આજે સવારે  8 થી 11 દરમ્યાન ઉપર મુજબનાે સંકલ્પ કરતો 15 થી 20 સેકંડનો પોતાનો વીડીયો બનાવી તમામ સોશીયલ મીડીયા પ્લેટફોમઁ પર હેશટેગ *#VijaySankalp*સાથે અપલોડ કરીએ તથા સૌ ઓછામાં ઓછા ૧૦૦ નાગરિકો પાસેથી આ જ પ્રકારે વીડીયો બનાવી અપલોડ કરાવવાનું આહવાન કર્યું છે.  (ઇનપૂટ : મયૂર માકડિયા,અમદાવાદ)
  Published by:News18 Gujarati
  First published:May 01, 2020, 11:22 am

  ટૉપ ન્યૂઝ