PM મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે, સી-પ્લેનના ઉદ્ઘાટન પહેલાં ટિકિટ ઘટાડી 1500 રૂપિયા કરાઈ

PM મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે, સી-પ્લેનના ઉદ્ઘાટન પહેલાં ટિકિટ ઘટાડી 1500 રૂપિયા કરાઈ
સી-પ્લેન સેવા શરૂકરવા માટે તડામાર તૈયારી

જાણો ભારતની પ્રથમ-સીપ્લેન સેવાની વિશેષતા, વડાપ્રધાન મોદીનો બે દિવસીય કાર્યક્રમ અને તેની તડામાર તૈયારીઓ વિશે

  • Share this:
    અમદાવાદ : વડાપ્રધાન મોદી રાજ્યની બે દિવસની (pm modi) મુલાકાતે આવશે. આ સાથે જ રાજ્યના બ્લુ ટ્રાન્સપોર્ટેશનનો નવો અધ્યાય શરૂ થશે. વડાપ્રધાન મોદી 30-31 ઑક્ટોબરે ગુજરાત આવશે અને કવેડિયા-અમદાવાદ સીપ્લેન સુવિધાનો શુભારંભ કરાવશે. આ ભારતની પ્રથમ અત્યાધુનિક સી-પ્લેન સેવા છે. સી-પ્લેન સેવા માટે અમદાવાદના (Ahmedabad) સાબરમતી રીવરફ્રન્ટ અને કેવડિયાના સરદાર સરોવરમાં (Sardarsarvorar) વોટર એરોડ્રામ તૈયાર કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી સી-પ્લેન (Sea plane) સેવાનું ઉદ્ઘાટન કરે તે પહેલાં તેની ટિકિટના દરો પણ ઘટાડવામાં આવ્યા છે. અગાઉ આ પ્લેનની ટિકિટના દર 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા જે ઘટાડીને રૂપિયા 1500 રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે દેશમાં પ્રથમ સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે આ પ્લેનની ખાસિયતો જાણવી જરૂરી છે.

    શું છે આ પ્લેનની વિશેષતાઓ : સી-પ્લેનની ખાસિયતોની વાત કરીએ તો, રોજ અમદાવાદથી કેવડિયા વચ્ચે 8 જેટલી ટ્રીપ લગાવશે. અમદાવાદથી 4 ફ્લાઇટ ઉડાન ભરશે. એક વ્યક્તિની ટિકિટના ભાવ 4800 રૂ. રહેશે. સી પ્લેનની કેપેસિટી 19ને ઉડાન કરાવાની રહેશે. 14 મુસાફરોને એક ટ્રિપમાં સી પ્લેનમાં બેસાડવામાં આવશે. સાંજે 6 વાગ્યા પછી સી પ્લેન ઉડાન નહીં ભરે, ફ્લાઇટ બંધ કરવામાં આવશે. 220 કિમીની યાત્રા સી-પ્લેન 45 મિનિટમાં પૂરી કરશે.



    આ પણ વાંચો :  દરેક નાગરિકને મળશે કોરોના વેક્સીન, કોઈ વંચિત નહીં રહે- વડાપ્રધાન મોદી

    અમદાવાદ- કેવિડયામાં ફ્લોટિંગ જેટી તૈયાર

    સી પ્લેન શરૂ થવામાં જ્યારે થોડા જ દિવસો બાકી છે ત્યારે અમદાવાદ અને કેવડિયા ખાતે વોટર એરોડ્રામના આખરી ઓપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નર્મદા ડેમના તળાવ નંબર 3 પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગિરી લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. જે સી-પ્લેનમાં ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી 24 મીટર બાય 9 મીટરની છે. જે જમીનથી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે.

    વોટર એરોડ્રામ

    અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદ રિવરફ્રન્ટ પર બે માળનું એરોડ્રામ તૈયાર કરવામાં આવ્યું છે. વોટર એરોડ્રામ પર હવાની દિશા જાણવા માટે એર બેગ લગાવવામાં આવી છે. ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ ગયો છે. બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે જ મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે. સાથે જ બિલ્ડીંગમાં એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ ઈમરજન્સીની તમામ વ્યવસ્થા કરાઈ છે.

    આ પણ વાંચો :  સુરત : પ્રેમી-પ્રેમિકા અને પૂર્વ પ્રેમીનો કિસ્સો, યુવકે યુવતીના એક્સ બોયફ્રેન્ડને ચપ્પુના ઘાં ઝીક્યા, હત્યાનો પ્રયાસ

    વડાપ્રધાન મોદીનો બે દિવસીય કાર્યક્રમ તમામ ફરજ પરના તમામ અધિકારીનો કોરોના ટેસ્ટ થશે. 30 ઓકટોબરના પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી મોદી 30 ઓકટોબરના બપોર બાદ ગુજરાત પહોંચશે ત્યારબાદ 30 ઓકટોબરના પ્રધાનમંત્રી મોદી અમદાવાદથી કેવડીયા જશે.31 ઓકટોબરના સી પ્લેનમાં કેવડીયાથી અમદાવાદ આવશે પ્રધાનમંત્રી મોદી. વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે વોટર એરોડ્રામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વોટર એરોડ્રામની બિલ્ડીંગ અને જેટીને સેનિટાઇઝ કરવામાં આવી છે. આ ઉપરાંત સીપ્લેનના તમામ કર્મચારીઓ અને તમામ સ્થળો પર ફરજ પર હાજર રહેનારા તમામ કર્મચારીના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:October 29, 2020, 11:43 am

    ટૉપ ન્યૂઝ