અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (મંગળવાર) રાત્રે ગુજરાત આવી પહોંચશે. પહેલા તેઓ 31મી ઓક્ટોબરના રોજ ગુજરાત આવવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તેઓ એક દિવસ અગાઉ જ એટલે કે 30મી ઓક્ટોબરના રોજ ગુજરાત આવી પહોંચશે. પીએમ મોદી આજે રાત્રે 9.30 વાગ્યા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. અહીં તેમના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદી કેવડિયા ખાતે બનેલી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાનું અનાવરણ કરશે. મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતમાં ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિ અંગે પણ મંત્રીઓ અને નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરશે. પ્રતિમાના અનાવરણ બાદ તેઓ વડોદરા ખાતેથી સીધા દિલ્હી જવા માટે રવાના થશે.
મોદીનો 30મી ઑક્ટોબરનો કાર્યક્રમ
- રાત્રે 8:00 વાગે દિલ્હીથી રવાના થશે.
- રાત્રે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન.
- રાત્રે 10:00 કલાકે ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચશે.
- રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
- રાજભવન ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે.
- ભાજપના અન્ય નેતાઓ સાથે પણ ઔપચારિક બેઠક કરી શકે.
- માતા હીરાબાના ખબર અંતર પૂછવા પણ જઈ શકે છે.
31 ઑક્ટોબરનો કાર્યક્રમ
- સવારે 7:45 વાગે રાજભવનથી સચિવાલય હેલિપેડ જશે.
- 8:00 વાગે હેલિકોપ્ટરથી કેવડિયા કોલોની જવા રવાના થશે.
- 9:00 વાગે કેવડિયા હેલિપેડ ઉપર પીએમનું આગમન.
- સૌ પહેલા તેઓ વેલી ઓફ ફ્લાવર જોવા જશે.
- વેલી ઓફ ફ્લાવર ખાતે 20 મિનિટનું રોકાણ કરશે.
- 9:30 વાગ્યે પીએમ મોદી ટેન્ટ સિટી જશે.
- 10:00 વાગ્યે મુખ્ય સમારોહ સ્થળ ઉપર પહોચશે.
- સ્ટેજ પ્રોગ્રામ બાદ સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે.
- સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને પ્રતિમાનું નિરીક્ષણ કરશે.
- 12.15થી 12.30 હેલિપેડથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.
- લગભગ એક વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટથી દિલ્લી રવાના થશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર