ગાંધીનગર: બુધવારે કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ (PM Modi Cabinet reshuffle) થયું હતું. જેમાં રાજ્ય કક્ષાના મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)નું પ્રમોશન થયું છે. મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે, તેમને દેશના સ્વાસ્થ્ય મંત્રી (Health minister) બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાનું પ્રમોશન થયું છે ત્યારે પીએમ મોદીનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 2012ના વર્ષનો છે. જે સમયે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા. આ વીડિયોમાં તેમણે મનસુખ માંડવિયાની રાજકીય કારકિર્દી અંગે ભવિષ્યવાણી કરી હતી. આ એ સમય હતો ત્યારે મનસુખ માંડવિયા ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા હતા.
નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી
2012ના વર્ષના વીડિયોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે, "આજની તારીખ અને 9.35 વાગ્યાનો સમય ડાયરીમાં નોંધવા હોય તો નોંધી લો. મનસુખભાઈનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે, એવો મને અંદાજ છે. મને વિશ્વાસ છે કે હું સાચો પડીશ."
મનસુખભાઈના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમાં નરેન્દ્ર મોદી મોદીએ કહ્યુ હતું કે, "મનસુખભાઈ રાજ્યસભામાં ગયા એ નાની ઘટના નથી. હું સ્પષ્ટ જોઈ કહ્યો છું કે મનસુખભાઈનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. તેમનામાં પડેલી શક્તિઓથી આવતીકાલ ઉજ્જવળ હોવાનો મને પૂરોપૂરો અંદાજ છે. મને પૂરો વિશ્વાસ છે કે હું સાચો પડીશ. તેમનામાં અપાર ધૈર્ય અને ધગશ પડેલા છે. તેમનામાં નિષ્ઠા અને સમર્પણ સાથે ઝઝૂમવાની આવડત પડી છે. જાહેર જીવનમાં કામ કરતા લોકોમાં એક સાથે આટલી આવડત હોય તેવું ભાગ્યે જ બને છે. પંરતુ મનસુખભાઈમાં આ આવડત છે."
2002માં ભાવનગરના પાલીતાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન રહી ચૂક્યા છે. 2012માં રાજ્યસભાના સાંસદ બન્યાં હતા. 2013માં ગુજરાત ભાજના સૌથી યુવા સેક્રેટરી રહ્યાં. 2016માં મીનિસ્ટ્રી ઑફ સ્ટેટ ફોર મિનિસ્ટ્રિ ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, મિનિસ્ટ્રી ઑફ શિપિંગ અને મિનિસ્ટ્રી ઑફ કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝરનો વિભાગ પણ સંભાળ્યો. 2018માં ફરી રાજ્યસભા માટે ચૂંટાયા. હવે મોદી સરકારમાં તેમનું પ્રોમશન થયું છે.
2012ની સાલમાં જ્યારે @mansukhmandviya રાજ્યસભા સાંસદ બન્યા ત્યારે અભિવાદન સમારોહમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી @narendramodi એ ભવિષ્યવાણી કરી હતી. નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી હવે સાચી પડી છે. pic.twitter.com/HkUq7GNajd
વડાપ્રધાન મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમવખત કેબિનેટનું વિસ્તરણ કર્યુ છે. નવા મંત્રીમંડળમાં 43 સાંસદો મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં ગુજરાતમાંથી ત્રણ નવા ચહેરાને સ્થાન મળ્યું છે, તેમજ બે વર્તમાન મંત્રીઓને પ્રમોશન મળ્યું છે. મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. સાથે જ તેઓ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો હવાલો પણ સંભાળશે. પુરષોત્તમ રૂપાલાના ડેરી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. દર્શના જરદોશને રેલવે અને ટેક્સટાઇલ વિભાગમાં રાજ્યમંત્રી, દેવુસિંહ ચૌહાણને સંચાર વિભાગમાં રાજ્ય મંત્રી, જ્યારે ડૉ. મહેન્દ્ર મુંજપરાને મહિલા-બાળ વિકાસ અને આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
" isDesktop="true" id="1112309" >
ગુજરાતનો દબદબો
આ મંત્રી મંડળમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા સાથે હવે સુરતના સાંસદ દર્શના જરદોશ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાને સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી મોદી અને વિદેશ મંત્રી જયશંકર (રાજ્યસભાના સભ્ય) પણ ગુજરાતમાંથી છે. આ રીતે મોદી મંત્રીમંડળમાં હવે ગુજરાતનો ડંકો વાગશે.