PM મોદીએ કહ્યું, 'સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા વધી'

PM મોદીએ કહ્યું, 'સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા વધી'
પીએમ મોદીએ 8 ટ્રેનોનેની લીલી ઝંડી બતાવી કેવડિયા રેલવે લાઇનનો શુભારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું રેલવે લાઇનથી કેવડિયા જોડાઈ જતા આદિવાસીઓની જિંદગી બદલાશે, એક સર્વે મુજબ રોજના એક લાખ મુસાફરો ભવિષ્યમાં કેવડિયા આવી શકે છે

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (PM Modi) ગુજરાતને વધુ એક ભેટ આપી હતી. ઑક્ટોબરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવા માટે સી પ્લેન શરૂ કર્યું.અને આજે 17 જાન્યુઆરી થી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 11.00 કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતું કે 'કેવડિયાનું રેલવે લાઇન સાથે જોડાઈ જવાથી આદિવાસીઓના જીવનમાં પરિવર્તન આવશે, ભવિષ્યમાં રોજ એક લાખ પ્રવાસી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.'

  પીએમ મોદીએ કહ્યું, 'રેલવેના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે આટલા રાજ્યમાંથી સંયુક્ત રીતે આ પ્રકારે ટ્રેનોની શરૂઆત થઈ છે. આખરે કેવડિયા જગ્યા જ એવી છે. દેશનું એકીકરણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય સ્મારકને દેશ સાથે જોડી રહેલી રેલવેએ ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો પરિચય કરાવ્યો છે. કેવડિયાનું દેશના દરેક દિશા સાથે જોડાવું સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. થોડી વાર પહેલાં ચેન્નાઇ, વારાણસી, રીવા, દાદર અને દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી કેવડિયા જોડાઈ ગયું છે. હું નાનો હતો તે વખતે ચાંદોદ વિસ્તારમાં રેલવેમાં નેરોગેજમાં પરિવાર સાથે ગયો છું. આ વિસ્તારમાં નેરોગેજમાં મુસાફરી કરવાની મજા હતી. આ રેલવે લાઇન આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવનારી બનશે'  આ પણ વાંચો : અમદાવાદથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી Vista dome Coach વાળી ખાસ ટ્રેન દોડશે, જાણો વિશેષતા

  'આ રેલવે લાઇન મા નર્મદાના તટે વસેલા, કરનાલી, પોઇચા અને ગરૂડેશ્વર જેવા આસ્થાના સ્થળોને જોડશે. હવે સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે સ્ટેચ્યૂ ઋફ લિબર્ટી કરતા વધુ લોકો ઉમટી રહ્યા છે. કોરોનામાં થોડો સમય બંધ રહ્યા બાદ હવે ફરી મુસાફરો ઉમટી રહ્યા છે. એક સર્વે મુજબ ભવિષ્યમાં રોજ એક લાખ લોકો કેવડિયા આવે તેનું અનુમાન છે. પર્યાવરણની રક્ષા કરતા કરતા ઇકૉનોમી અને ઇકૉલૉજીનો વિકાસ કેવી રીતે થાય તે આનું ઉદાહરણ છે.'

  કેવડિયાની વિકાસ યાત્રા જોઇ લીધા બાદ આપને પણ દેશની શાનદાર જગ્યા જોઈને ગર્વ થશે. કેવડિયાને વિશ્વનું સૌથી ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની વાત કરવામાં આવતી ત્યારે લોકો કહેતા કે આ શક્ય નથી. જોકે, એ લોકોની વાતોમાં તર્ક પણ હતો. ન રેલ, ન ટુરિસ્ટોને રહેવા માટેની વ્યવસ્થા, ન એરપોર્ટ વગેરે. પણ આજ થોડાક જ વર્ષોમાં કેવડિયાની કાયા કલ્પ ઉદાહરણ છે.'

  'કેવડિયા કમ્પલીટ ફેમિલી પેકેજની જેમ કાર્યરત થઈ રહ્યું છે. હવે અહીંયા સેકડો એકરમાં ફેલાયેલું સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક છે. જંગલ સફારી છે. આયુર્વેદ અને યોગ પર આધારિત આરોગ્ય વન છે. પોષણ પાર્ક છે. રાતમાં જગમગાતું લવ ગાર્ડન છે. દિવસે જોવા માટે કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન છે. બાળકો-યુવાનો અને વડીલો સૌના માટે આયોજન છે. વધતા પર્યટનના કારણે લોકોને રોજગાર મળી રહ્યો છે.'

  આ પણ વાંચો :  રવિવારથી કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જવા માટે 8 ટ્રેન દોડશે,જાણી લો ક્યાં ક્યાંથી ઉપડશે ટ્રેન?

  'કોઈ યુવાન કેફે ઑનર છે, કોઈ મેનેજર બની ગયો છે તો કોઈ ગાઇડનું કામ કરી રહ્યું છે. હું ઝુલોજિકલ વિશેષ પાર્કમાં ગયો ત્યારે એક મહિલા પાર્કે મને માહિતી આપી હતી. કેવડિયાના રેલવે સ્ટેશનમાં આર્ટ ગેલેરી અને પ્રિમીયમ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. આ વ્યૂઇંગ ગેલેરીથી સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોઈ શકાશે.'

  'ભારતીય રેલ પારંપારિક સવારી અને માલગાડીની સેવા સાથે પ્રમુખ ટુરિસ્ટ રૂટ પર દોડી રહી છે. અમદાવાદ કેવડિયા જનશતાપ્દી એક્સપ્રેસ એ ટ્રેનમાંથી હશે જેમાં વિસ્ટા ડોમ કોચની વ્યવસ્થા હશે. વિતેલા વર્ષોમાં રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આમુલચુર પરિવર્તન આવ્યું છે.'
  Published by:Jay Mishra
  First published:January 17, 2021, 11:53 am

  ટૉપ ન્યૂઝ