અમદાવાદની SVP હૉસ્પિટલમાં 2 વર્ષમાં 1.90 દર્દીઓ ઉપરાંત 12 હજાર કોવિડ દર્દીઓને સારવાર અપાઇ

અમદાવાદની SVP હૉસ્પિટલમાં 2 વર્ષમાં 1.90 દર્દીઓ ઉપરાંત 12 હજાર કોવિડ દર્દીઓને સારવાર અપાઇ
17 જાન્યુઆરી 2019નાં રોજ વડાપ્રધાનના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

17 જાન્યુઆરી 2019નાં રોજ વડાપ્રધાનના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

  • Share this:
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એસવીપી હોસ્પિટલે 12 હજાર દર્દીઓને સારવાર આપી છે. 17 જાન્યુઆરી 2019નાં રોજ વડાપ્રધાનના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ ફેબ્રુઆરીથી કોવિડ 19નું સંક્રમણ વધ્યા બાદ હોસ્પિટલનાં તબીબો, રેસીડેન્ટ ડોક્ટર્સ પેરામેડિકલ અને નર્સિગ સ્ટાફ દ્રારા કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ દર્દીઓની  સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું. વલ્ડૅ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન અને સરકારના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ દ્રારા તબીબી સારવારની પધ્ધતિ બાબતે આઈસોલેશન આઈસીયુ અને વોર્ડમાં તબીબી સારવાર માટે મેડિસીન, પીડિયાટ્રીક અને એનેસ્થેસિયા વિભાગના તબીબી શિક્ષકો અને રેસીડેન્ટ ડોક્ટર્સની ટીમ  તૈયાર કરવામાં આવી. જેમને કોવિડ 19ના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓની સારવાર માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી. એસવીપી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવ્યા બાદ આશરે 12 હજાર જેટલાં દર્દીઓ પાસેથી કોઈપણ ચાર્જ વગર સારવાર આપવામાં આવી રહી છે.

સુરત: 15 શ્રમજીવીઓનાં કચડાઈને મોત થવાના બનાવમાં છ મહિનાની બાળકીનો આબાદ બચાવ, માતાપિતાનું મોતમેડિકલ લિકવીડ ઓક્સિજન ટેન્ક કાર્યરત કરવામાં આવી 

કોવિડ 19 ની ગંભીર પરિસ્થિતિને જોતાં હોસ્પિટલ દ્રારા લોકડાઉનના સમયગાળામાં મેડિકલ લીકવીડ ઓક્સિજન ટેન્ક કાર્યરત કરવામાં આવી હતી. લોકડાઉનના સમયમાં પણ હોસ્પિટલનાં મેડિકલ, પેરામેડિકલ તથા અન્ય તમામ સ્ટાફ દ્રારા કોવિડ 19ના સંક્રમણ તથા પોતાના જીવની સહેજ પણ પરવાહ કર્યા વિના રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી. આ અંગે સમગ્ર વર્ષ દરમિયાન ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓ દ્રારા પણ હોસ્પિટલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સુરત: ટ્રક ચાલકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડ્યાં, 12નાં ઘટનાસ્થળે અને ત્રણનાં સારવાર દરમિયાન મોત

બે વર્ષમાં 1.90 દર્દીઓને સારવાર મેળવી.

17 જાન્યુઆરી 2019થી 17 જાન્યુઆરી 2021 સુધી એટલે કે 2 વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં 1.90 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.હોસ્પિટલ દ્રારા વધુને વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે માટે નોન કોવિડ દર્દીઓ માટે ઈમરજન્સી સહિત તમામ ઓપીડી તથા ઈન્ડોર પેશન્ટની સારવાર કાર્યરત કરવામાં આવી છે. જેને દૈનિક ધોરણે  300થી વધુ દર્દીઓ લાભ મેળવી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:January 19, 2021, 11:29 am

ટૉપ ન્યૂઝ