Home /News /madhya-gujarat /

PM Modi Gujarat Visit: મહાજનોએ શરૂ કરેલી નાની ફાર્મા કોલેજના લીધે ગુજરાતમાં ફાર્મા ઉદ્યોગ ધમધમ્યો

PM Modi Gujarat Visit: મહાજનોએ શરૂ કરેલી નાની ફાર્મા કોલેજના લીધે ગુજરાતમાં ફાર્મા ઉદ્યોગ ધમધમ્યો

રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પીએમ મોદીનું સંબોધન

PM Modi gujarat Visit Live: વડાપ્રધાન મોદીની ગુજરાતી મુલાકાતનો બીજો દિવસ, રક્ષા શક્તિ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં પીએમ મોદી ઉપસ્થિત

    M Modi gujarat Visit: વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે વડાપ્રધાન મોદીનો આજે ગાંધીનગરથી દહેગામ (Gandhinagar Dehgam) રોડ શો (Road show) યોજાયો હતો. વડાપ્રધાન મોદી અહીંથી રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા છે. થોડીવારમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ દિક્ષાંત સમારોહ (Raksha Shakti University Convocation)ને સંબોધન કરશે. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ( Governor of Gujarat Acharya Devvrat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત છે. આ દિક્ષાંત સમારોહમાં 1091 છાત્રોને પીએમ મોદીના હાથે પદવી અપાશે.

    રક્ષા શક્તિ યુનિર્સિટીના વિદ્યાર્થીઓમાં પીએ.ડી. પૂર્ણ કરનારા છાત્રો અને ગોલ્ડ મેડલ મેળવનારા છાત્રોને આજે પીએમ મોદીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

    પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આવવું મારા માટે વિશેષ આનંદનો વિષય છે. આ યુનિવર્સિટી સમગ્ર દેશમાં રક્ષા ક્ષેત્રે જે કેરિયર બનાવવા માંગે છે તેમના માટે છે. રક્ષાનું ક્ષેત્ર ફક્ત યુનિફોર્મ અને દંડો નથી. વેલ ટ્રેઇન્ડ મેનપાવર તેની માંગ છે. રક્ષા ક્ષેત્રની 21મી સદીના પડકારો પ્રમાણે વ્યક્તિનો વિકાસ થાય આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો જન્મ થયો હતો.

    રક્ષા એટલે દંડો અને યુનિફોર્મ નહીં

    પીએમ મોદીએ કહ્યું કે પહેલાં કોઈ ઘટના કોઈ ગામમાં થાય તો બે ત્રણ દિવસ વાત પહોંચતી. એ સમયે પોલીસ પોતાની વ્યવસ્થા કરી શકતી હતી. આજે જ્યારે સેકન્ડોમાં ચીજો પ્રસરી જાય છે ત્યારે કોઈ એક જગ્યાએથી વ્યવસ્થા સાચવવી શક્ય નથી. એટલે દરેક એકમમાં એક્સપર્ટાઇઝ જોઈએ. તેથી 21મી સદીમાં ટેકનોલોજીને જાણતો હોય ફોલો કરતો હોય હ્યુમન સાઇકી સમજતો હોય, યુવાન પેઢીઓ સાથે નેગોશિએશન કરી શકતો હોય તેવો મેનપાવર જોઈએ છીએ.

    ક્રિમીનલ જેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેવો જ ઉપયોગ સુરક્ષા દળોએ કરવો પડે

    પીએમ મોદીએ જણાવ્યું કે ક્રાઈમ કરનારા લોકો પણ ખાસ ટેકનોલોજી વાપર છે અને તેનું ડિટેક્શન પણ ટેકનોલોજીના માધ્યમથી તેનું ડિટેક્શન થાય છે. રક્ષાનો દાયરો ફેલાઈ ગયો છે.  આમ ટેકનોલોજી દ્વારા ટ્રેઇનિંગ આપવી માંગ છે.

    ગાંધીનગરમાં વિશ્વની બે યુનિક યુનિવર્સિટી છે

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ચીલ્ડ્રન્સ યુનિવર્સિટી આ બે એવી સંસ્થા છે કે જે સમગ્ર વિશ્વમાં ગાંધીનગર પાસે છે. આ સંસ્થાઓ વિશ્વમાં ક્યાંય નથી.

    ત્રણેય યુનિવર્સિટીનું સંક્લન કરો

    પીએમ મોદીએ કહ્યુ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ લો યુનિવર્સિટી ત્રણેય યુનિવર્સિટી સંક્લનમાં સાઇલોમાં કામ કરશે તો જ પરિણામ આવશે. દર ત્રણ મહિને આ યુનિવર્સિટીમાં સમાગમ થવો જોઈએ.

    આ પણ વાંચો : PM Modi Road Show: પીએમ મોદીનો ગાંધીનગરથી દહેગામ સુધી રોડ શો, વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું

    જેલના એક્સર્ટ તૈયાર કરો

    પીએમ મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં એવા લોકો પણ તૈયાર કરવામાં આવે જે જેલના એક્સપર્ટ હોય. કેદીઓની સાઇકી સમજતા હોય. તેના આધારે કામ કરી શકે. જેલની વ્યવસ્થાઓમાં પરિવર્તન કરી શકે

    નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી રક્ષા યુનિવર્સિટી દેશમાં ફેલાવી જોઈએ

    પીએમ મોદીએ જણાવ્યું કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશમાં ફેલાવી જોઈએ. આજે જે ભવનનું લોકાર્પણ થયું છે એને હર્યુ ભર્યુ રાખવાનું કામ આપણું છે.

    ખાનગી સિક્યોરિટી ક્ષેત્રનો વ્યાપ થયો છે

    આજે ખાનગી સિક્યોરિટીનો પણ ખૂબ વ્યાપ થયો છે. આ ક્ષેત્રમાં નવા નવા સ્ટાર્ટઅપ આવે છે. આ ક્ષેત્રમાં ખૂબ વ્યાપ છે. તમારા માટે આ ક્ષેત્રમાં અનેક તકો છો.

    મોબ સાઇકોલોજી, નેગોસિએશન નવા ક્ષેત્ર

    મોટા મોટા આંદોલનો થાય ત્યારે ટોળાની સાઇકોલોજી કેવી હોય તે સમજવું જરૂરી છે. આ ટોળાને હેન્ડલ કરી શકે તેવા મેનપાવરની આપણને જરૂર છે. આંદોલનનો થાય ત્યારે તેની સાઇકોલોજી સમજી શકે નેગોશિએશન કરાવી શકે તેવા લોકોની પણ ખૂબ જરૂર છે.

    50 વર્ષ પહેલાં મહાજન વેપારીઓએ વિચાર્યુ કે ફાર્મસી કોલેજ હોવી જોઈએ

    ગુજરાતમાં આજે ફાર્મસી અને ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝનો વ્યાપ થયો છે તેની પાછળ 50 વર્ષ પહેલાં અમદાવાદમાં મહાજનોએ શરૂ કરાવેલી આ કોલેજનો મોટો ફાળો છે.

    દિક્ષાંત સમારોહના પ્રાસંગિક ઉદ્ધબોધનમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી (RRU VC)ના ઉપ કુલપતિએ જણાવ્યું હતું કે આરઆરયુ વડાપ્રધાન મોદીના સ્વપ્નની સંકલ્પના છે. આજે અહીંયા સંરક્ષણને લગતા અભ્યાસક્રમો દ્વારા પોલીસ આર્મ્ડ ફોર્સિસના ક્ષેત્રમાં ઉતકૃષ્ઠ શિક્ષણ અપાઈ રહ્યુ છે.

    દિક્ષાંત સમારોહના પ્રાસંગિક ઉદ્ધબોધનમાં ગૃહ સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે આજે જ્યારે હું રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહમાં આવ્યો છું ત્યારે પીએમ મોદીએ રક્ષા શક્તિ યુનિવર્સિટી દેશને અપર્ણ કરી છે. કાયદો અને વ્યવસ્થાને નવી રીતે જોવાની શરૂઆત પીએમ મોદીએ વર્ષ 2002માં  શરૂ કરી હતી. મોદીજી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌથી પહેલાં પોલીસબળને આધુનિકકરણ કરવામાં આવ્યું હતું.

    પોલીસ મથકોને કોમ્યુટરરાઇઝ્ડ કરવાનું કામ સીએમ મોદીએ કર્યુ. ત્યારબાદ પોલીસ મથકોને કનેક્ટ કરવાનું કામ કર્યું. ત્યારબાજ જેલ અને ફોરેન્સિક સાયન્સ લેબને અત્યાધુનિક કરવાનું કામ કરવામાં આવ્યું. સીએમ મોદીએ પોલીસ મથકો માટે તૈયાર કરાવેલો સોફટવેર આજે પણ ઉપયોગી છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે સમગ્ર વિશ્વમાં આજે ખ્યાતિ ધરાવે છે તે પણ મોદીજીએ બનાવી હતી.

    યુવાનો અગાઉથી નક્કી કરે કે મારે દેશની જ સેવા કરવી છે તેના માટે આ યુનિવર્સિટીના માધ્યમથી સીએમ મોદીએ વ્યવસ્થા પરિવર્તન કર્યુ હતું. જો બાળકોને ટ્રેનિંગ માટેનું આ વ્યવસ્થા પરિવર્તન હતું.

    રક્ષા શક્તિ યુનિવર્સિટીના અન્ય રાજ્યોમાં કેમ્પસ શરૂ કરાશે

    અમિત શાહે ઉમેર્યુ કે જેવી રીતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ સાત રાજ્યોમાં એમ.ઓ.યુ કરી અને તેમના કેમ્પસ શરૂ કર્યા છે તેવી જ રીતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ અન્ય રાજ્યોમાં પોતાનું કેમ્પસ ખોલી અને તેનો વ્યાપ વધારશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pm modi in gujarat, PM Modi પીએમ મોદી, ગુજરાતી સમાચાર, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन