PM Modi gujarat Visit: વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે વડાપ્રધાન મોદીનો આજે ગાંધીનગરથી દહેગામ (Gandhinagar Dehgam) રોડ શો (Road show) યોજાઈ રહ્યો છે. પીએમ મોદીએ આજે સવારે ગાંધીનગરથી દહેગામ રક્ષા શક્તિ યુનિવર્સિટીના રૂટ પર રોડ શો કર્યો છે. આ રૉડ શોને જાણકારો ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat Assembly Election)ના ભણકારા તરીકે જોઈ રહ્યા છે. રાજયમાં વહેલી ચૂંટણીના એંધાણ છે.
પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખુલ્લી થાર જીપમાં રોડ શોમાં નીકળ્યા છે. રોડની બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના ઝંડા હાથમાં લઈ ગુજરાતના પનોતા પુત્રનું સ્વાગત કરી રહ્યા છે. પીએમ મોદીનું આ શક્તિ પ્રદર્શન સંપૂર્ણપણે ચૂંટણી કેન્દ્રીત હોવાનું જાણકારો કહે છે.
પીએમ મોદી આ રોડમાંથી રક્ષા શક્તિ યુનિવર્સિટી (Raksha shakti University) ખાતે જશે. અહીંયા તેઓ દિક્ષાંત સમારોહ (RSU Convocation)ને સંબોધશે. આ કાર્યક્રમ બાદ ફરી એક રોડ શોનું આયોજન થઈ રહ્યું છે.
સાંજે પીએમ મોદી ખેલ મહાકુંભ (Khel Mahakumbh)ની શરૂઆત કરાવશે. આ કાર્યક્રમ પહેલાં તેઓ ઈન્દિરાબ્રીજથી સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) સુધી રોડ શો કરવાના છે. આ રોડ શો ઈન્દિરાબ્રીજ શાહીબાગ ડફનાળા થઈ અને સરદાર બ્રીજ પહોંચશે.
પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ રોડ શોમાં જોવા મળી રહ્યા છે. આજના રોડ શોમાં પીએમ મોદીએ ટોપી પહેરી નહોતી. ગઈકાલે કમળના નિશાન વાળી એક વિશિષ્ઠ ટોપી પહેરી અને ભાજપના કાર્યકરો જોવા મળ્યા હતા. પીએમ મોદીએ પણ આ ટોપી પહેરી હતી.
ભાજપના ગુજરાત મિશન - 2022 અંતર્ગત પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખેલ મહાકુંભ માં કુલ 23 જેટલા શક્તિદુત ખેલાડીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર