અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદી (Prime minister Narendra modi) અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી -2022નું (Assembly Election) બ્યૂગલ ફૂંકવા માટે આવી રહ્યાં છે. ગુજરાત મિશન - 2022 અંતર્ગત તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે (PM modi Gujarat visit) છે. આજના દિવસ બાદ જો 12 માર્ચના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સિટી (Rakshasakti University) જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. સવારે 11 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટી પહોંચશે અને ત્યારબાદ સવારે 11.15 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે.
આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે 1 વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 8 વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના 8.30 વાગે અમદાવાદથી દિલ્લી રવાના થશે.
ભાજપના ગુજરાત મિશન - 2022 અંતર્ગત પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખેલ મહાકુંભ માં કુલ 23 જેટલા શક્તિદુત ખેલાડીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.
જેમાં પેરા ટેબલ ટેનિસ પ્લેયર સોનલ પટેલ અને ભાવિના પટેલ, સ્વીમીંગ સ્પોર્ટ્સ કલ્યાણી સકસેના અને અંશુલ કોઠારી, ટેબલ ટેનિસ ખેલાડી કૌશલ ભટ્ટ,ચિત્રાક્ષ ભટ્ટ, જ્યારે ટેનિસના ખેલાડી કામથ માધવીન,વંશ ભગતાની, ગોહિલ વ્રજ, ધર્મિલ શાહ, મોહિત બેન્દ્રે, ભક્તિ પરવાની, ચેસ માટે ધયાના પટેલ,વિશ્વ વાસણ વાળા, માનુષ શાહ, ટ્રાનથલોન મોહન પ્રગયા, આર્તિસ્ટીક સ્કેટિંગ દ્વીપ શાહ, એથલેટીક્સ સરિતા ગાયકવાડ, સોફ્ટ ટેનિસ અનિકેત પટેલ સહિત અનેક ખેલાડીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ માં સ્પોર્ટ્સ એકેડમી દ્વારા અલગ અલગ સ્પોર્ટ્સ થીમ પર કાર્યક્રમ નક્કી કર્યો છે.જેમાં બાળકો પરફોર્મન્સ કરશે. બાળકો સ્કેટિંગ પર ડાન્સ નું રિહસ્લ આજે રાત્રે પણ કરવામાં આવ્યું છે
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર