Home /News /madhya-gujarat /

12મી માર્ચે PM મોદી સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે, જાણો શહેરના કયા રૂટ રહેશે બંધ

12મી માર્ચે PM મોદી સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે, જાણો શહેરના કયા રૂટ રહેશે બંધ

ભારતને આઝાદી મળ્યાને 74 વર્ષ પૂર્ણ થયા છે ને 75માં વર્ષ નિમિત્તે ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઇ ચૂકી છે.

ભારતને આઝાદી મળ્યાને 74 વર્ષ પૂર્ણ થયા છે ને 75માં વર્ષ નિમિત્તે ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઇ ચૂકી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 12 માર્ચનાં રોજ એક દિવસનાં ગુજરાતના (Gujarat Visit) પ્રવાસે છે. સાબરમતી આશ્રમથી (Sabarmati Ashram, Ahmedabad) દાંડી (Dandi) સુધી પદયાત્રાના આયોજન અનુસંધાને વડાપ્રદાન નરેન્દ્ર મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને પગલે કેટલાક રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને લોકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરનાં વાડજ સર્કલથી ઉસ્માનપુરા ચાર રસ્તા, ઈન્કમટેક્સ, નહેરૂબ્રિજ, પાલડી તરફ જતા રોડ બંધ રહેશેં.

    ઉસ્માનપુરા તરફનો રૂટ

    આવતી કાલે શુક્રવારે સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા થવાની છે. જે માટે કેટલાક માર્ગો બંધ રહેશે. જેમાં જેમાં વાડજ સર્કલથી ઉસ્માનપુરા ચાર રસ્તા ગૂજરાત વિદ્યાપીઠ કટ, ઈન્કમટેક્સ ચાર રસ્તા, બુટ્ટાસિંગ ચાર રસ્તા. ડીલાઈટ ચાર રસ્તા, નહેરૂબ્રિજ ચાર રસ્તા, ટાઉનહોલ ચાર રસ્તા, વીએસ.હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા તરફ જતો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેમાં વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમના રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે તથા પ્રબોધ રાવળ સર્કલથી 132 ફુટ રીંગરોડનો ઉપયોગ કરી શકાશે.



    ચેઇન ખેંચવાની નવી રીત! તમને રિક્ષામા બેઠેલા સરનામું પૂછે તો સાવધાન થઇ જજો નહીં તો પેટ ભરીને પસ્તાશો

    પાલડી તરફનો રૂટ

    તે સિવાય ઉપરાંત ચાર રસ્તાથી એન.આઈ.ડી.સર્કલ, સરદારબ્રિજ, જમાલપુર બ્રિજ નીચે સુધીનો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેનો વૈકલ્પિક રૂટ તરીકે પાલડી ચાર રસ્તાથી વી.એસ.હોસ્પિટલ, ટાઉનહોલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી એલિસબ્રિજ થઈ વિક્ટોરીયા ગાર્ડન થઈ ખમાસા ચાર રસ્તા થઈ આસ્ટોડીયા દરવાજાથી એસ.ટી.ગતામંદિર ચાર રસ્તાથી જમણી બાજુ જમાલપુર તરફ જઈ શકાશે તથા પાલડી ચાર રસ્તાથી મહાલક્ષ્મી ચાર રસ્તા, મહાલક્ષ્મી પાંચ રસ્તાથી જમણી બાજુ વળી અંજલી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી આંબેડકર ઓવરબ્રિજ થઈ ખોડીયારનગર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી અંજલી જમાલપુર બ્રિજ તરફ જઈ શકાશે.

    જમાલપુર બ્રિજ તરફનો રૂટ

    જમાલપુર બ્રિજ નીચેથી જમણી બાજુ વળી બહેરામપુરા પોલીસ ચોકી થઈ મેલડી માતા મંદિર દાણીલીમડા ચાર રસ્તા તરફ જતો એક બાજુનો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેમાં વૈકલ્પિક રૂટ તરીકે જમાલપુર બ્રિજતી સ્લોટર હાઉસ ચાર રસ્તા, ઉંટવાળી ચાલી ચાર રસ્તા, એસ.ટી.ગીતામંદિર ચાર રસ્તાથી જમણી બાજુ વળીમજુરગામ થઈ ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા, શાહઆલમ ચાર રસ્તાથી જમણી બાજુ વળી દાણીલીમડા ચાર રસ્તા તરફ અવગર જવર કરી શકાશે.

    યુવતીને મિત્રતાનો કડવો અનુભવ! પહેલા ખરાબ મેસેજ આવ્યા અને પછી ગુમાવ્યા 1.20 લાખ રૂપિયા

    સુભાષબ્રિજ સર્કલ તરફનો રૂટ

    બીજીતરફ સુભાષબ્રિજ સર્કલથી ગાંધી આશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે. વેકલ્પિક માર્ગ તરીકે પ્રબોધન રાવળ સર્કલથી રાણીપ ટી થઈ પલક ટીથી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઈ વાડજ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.



    21 દીવસની દાંડી યાત્રા હશે

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડી યાત્રા કાઢી હતી. આ યાત્રાને ખૂબ મોટું જન સમર્થન મળ્યું હતું અને આજે પણ ગાંધીજીના આ અહિંસક સત્યાગ્રહની યાદમાં ભાજપ-કોંગ્રેસ બંન્ને પાર્ટી અવારનવાર લોકલ લેવલે દાંડી યાત્રા કાઢતી રહી છે. જોકે આ યાત્રા ને હવે ગ્લોબલ સ્વરૂપ આપવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. ભારતને આઝાદી મળ્યાને 74 વર્ષ પૂર્ણ થયા છે ને 75માં વર્ષ નિમિત્તે ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઇ ચૂકી છે. આ અવસરને ઉજવવા પીએમ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી ગુજરાત સરકાર આગામી 12મી માર્ચથી 21 દિવસીય દાંડી યાત્રા યોજવાની તૈયારી કરી રહી છે.



    પીએમ નરેન્દ્ર મોદી ખુદ આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આગામી 12મી માર્ચે નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે અને 12મીએ સવારના સમયે સાબરમતી આશ્રમ ખાતેથી 21 દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dandi, Dandi yatra, Gandhi Ashram, Sabarmati Ashram, અમદાવાદ, ગુજરાત, પીએમ મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन