Home /News /madhya-gujarat /

ગુજરાત પ્રવાસ પહેલા પીએમ મોદીએ 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર'નું નામ બદલ્યું, જાણો નવું નામ

ગુજરાત પ્રવાસ પહેલા પીએમ મોદીએ 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર'નું નામ બદલ્યું, જાણો નવું નામ

વડાપ્રધાન મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે.

PM Modi in Gujarat: ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રથી અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે.

    અમદાવાદ: વડાપ્રધાન મોદી (PM Modi in Gujarat) આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમની મુલાકાત પહેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું (Command and Control Center) નામ બદલવામાં આવ્યુ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલનું સેન્ટરનું નામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર  (Vidhya Shamiksha kendra)કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન આજે ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.

    વડાપ્રધાન મોદી ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.

    કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલાયા પહેલા


    પીએમ મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેસ્ક બોર્ડની કામગીરી ઉપરાંત વિવિધ પ્રેઝન્ટેશન નિહાળશે. પીએમ મોદી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. પીએમ મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રથી રાજ્યની સ્કૂલોના શિક્ષક અને વાલી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે. મહત્વનું છે કે રાજ્યની ખાનગી અને સરકારી મળીને કુલ 54 હજાર શાળાના 1.15 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે થાય છે.

    વિદ્યા સમીક્ષા કેન્દ્ર નામ રખાયા પછી


    આ પણ વાંચો - હિંમતનગર, ખંભાત અને હવે વડોદરા: બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો અને તોડફોડ

    વિદ્યા સમીક્ષા કેન્દ્રના નિરીક્ષણના કારણે વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક 500 કરોડ ઉપરાંતના ડેટા શિક્ષણ વિભાગને શાળા કક્ષાના ઉપલબ્ધ થાય છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રથી અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે. આ શિક્ષકને સ્માર્ટ ફોન અને ટેબલેટ અપાયું છે.

    પીએમ મોદીની ટ્વિટ


    જેનાથી સિસ્ટમ ઓપરેટ થાય છે. દરેક શિક્ષકના સ્માર્ટ ફોનમાં હાજરીની એપ ડાઉનલોડ કરાઈ છે. જેનાથી યોગ્ય ટાઇમે ઓનલાઇન હાજરી પુરાય છે અને તેની ચકાસણી પણ થાય છે. એટલું જ નહિં મોડી હાજરી પુરાઇ હોય કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે તેની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી જ ખબર પડી જાય છે.

    આ અંગે શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના આશરે 51% જેટલા છે. આ તમામ કર્મચારીઓના અસરકારક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેક્નૉલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી. જેના ભાગરૂપે પ્રથમ વાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Pm modi in gujarat, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર