Home /News /madhya-gujarat /

PM મોદીએ રણોત્સવમાં પ્રવાસીઓ ઘટતા અધિકારીઓનો ઉધડો લીધો, એક દિવસ પ્રવાસ ટૂંકાવ્યો

PM મોદીએ રણોત્સવમાં પ્રવાસીઓ ઘટતા અધિકારીઓનો ઉધડો લીધો, એક દિવસ પ્રવાસ ટૂંકાવ્યો

પ્રતિકાત્મક તસવીર

આગામી 14-15 ડિસેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવનારા વડાપ્રધાને પ્રવાસ ટૂંકાવ્યો

    ગીતા મહેતા, ગાંધીનગર : વડાપ્રધાન મોદી કચ્છના રણોત્સવમાં ઘટી રહેલી પ્રવાસીઓની સંખ્યાથી નારાજ છે સૂત્રોનું માનીએ તો આજે ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. કચ્છના ધોરડોમાં યોજાઈ રહેલા રણઉત્સવમાં ટુરીઝમનો ફ્લો સતત ડાઉન થતો હોવાના કારણે વડાપ્રધાન મોદીએ અધિકારીનો ઝાટકણી કાઢી છે.

    તો આગામી 14-15 ડિસેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવનારા વડાપ્રધાને તેમની મુલાકાતને એક દિવસ ટૂંકાવી દીધી છે. અગાઉ તેઓ 14-15 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવવાના હતા તેના બદલે હવે વડાપ્રધાન મોદી એક જ દિવસ માટે કચ્છની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીએ 15 ડિસેમ્બર કચ્છ પ્રવાસ માટે ફાળવી છે તેઓ 15મીએ સ્ટેજ ફંક્શન બાદ ધોરડનો મુલાકાત લેશે.

    આ પણ વાંચો : ગઢડા : હરિજીવનદાસ સ્વામીનો આક્ષેપ, 'એસપી સ્વામીએ મને લાફો માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી'

    પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ ઑફર્સ મૂકાશે

    કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી હોવાના કારણે પીએમ મોદીએ ટુરિઝમ અધિકારીઓનો ઉધડો લીધો છે. જેના કારણે આગામી સમયમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રણોત્સવમાં પ્રવાસીઓનો આકર્ષવા માટે વિવિધ ઑફર્સ મુકશે અને વિવિધ માધ્યમો દ્વારા તેનો પ્રસાર કરશે. કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટે હવે જાહેરાતોની સંખ્યા પણ વધારવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની કચ્છની મુલાકાત પાછળ પણ આડકતરી રીતે રણોત્સવને પ્રોત્સાહન આપવાનો હેતુ હોય છે જેના કારણે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધે અને રાજ્યમાં ટુરિઝમનો વિકાસ થાય. જોકે, આજે સૂત્રોએ જણાવ્યા મુજબ રણોત્સવમાં પ્રવાસીઓની પાંખી હાજરીના કારણે અધિકારીઓને વડાપ્રધાનની નારજગી વ્હોરવાનો વારો આવ્યો છે.

    આ પણ વાંચો :  સુરત : 10 વર્ષની ગુમ બાળકીની કરપીણ હત્યા, સામૂહિક દુષ્કર્મની આશંકા, 2ની ધરપકડ

    પીએમ નરેન્દ્ર મોદી 15મી ડિસેમ્બરે કચ્છમાં બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. તેઓ અહીં સોલર પ્રોજેક્ટ અને ડિસેલીશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. પીએમ મોદીના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી હતી. પહેલા એવી પણ વાત વહેતી થઈ હતી કે, પીએમ મોદી 14મીએ કચ્છ આવશે અને ઘોરડોમાં રાત્રિ રોકાણ કરશે અને તે પછી 15મીએ બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. જોકે, પીએમ મોદીના 14મી તારીખના કાર્યક્રમ અંગે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Breaking News, Latest News, ગુજરાતી ન્યૂઝ, પીએમ મોદી

    આગામી સમાચાર