વિશ્વ ગુજરાતી ભાષા દિવસ : PM મોદીએ કર્યુ Tweet, ગુજરાતીમાં વ્યક્ત કરી પોતાની લાગણી

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ : PM મોદીએ કર્યુ Tweet, ગુજરાતીમાં વ્યક્ત કરી પોતાની લાગણી
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કર્યુ, જાણો શા માટે 24 ઑગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે.

 • Share this:
  અમદાવાદ : વડાપ્રધાન મોદીએ (PM Modi) 24મી ઑગસ્ટના દિને ટ્વીટર પર સમગ્ર વિશ્વમાં વસતાં ગુજરાતીઓને ટ્વીટ કરીને એક ખાસ શુભેચ્છા પાઠવી હતી. આજે 24મી ઑગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા (World Gujarati language day 2020)  દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વડાપ્રધાન મોદીએ ગુજરાતીમાં ટ્વીટ (Tweet of PM Modi) કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. પીએમ મોદી પહેલાં દેશના ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) પણ શુભેચ્છાઓ (Greeting of world Gujarati language day)   પાઠવી હતી.

  24 ઑગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવે છે તેની પાછળનું કારણ ખાસ છે. આજે આપણી ગુજરાતી ભાષાના ગરવી કવિ નર્મદાશંકર લાલશંકર દવે એટલે કે કવિ નર્મદનો જન્મ દિવસ છે. આ દિવસને તેમના જન્મદિનના અવસરે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવતા પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યું કે ' વીર નર્મદ એટલે એક આર્ષદ્રષ્ટા સર્જક, તત્ત્વજ્ઞાની, સામાજિક ન્યાયના પ્રણેતા, અને ખુમારીવાળા કવિ. “અર્વાચીનમાં આદ્ય” ગણાતા કવિ નર્મદે “ડાંડિયો” નામના સામાયિક દ્વારા પોતાની નિર્ભકતા અને સર્જકતાનો પરિચય કરાવ્યો હતો. સમાજસુધારક કવિ નર્મદની જન્મજયંતિ નિમિતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.'  આ પણ વાંચો :   Videoમાં મેઘ કહેરના દૃશ્યો: જામનગરના દરેડનું ખોડિયાર મંદિર, ગોંડલનું અક્ષર મંદિર પાણીમાં ગરકાવ

  ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે ' ગુજરાતે પુરા વિશ્વને મહાત્મા ગાંધીનો ‘શાંતિનો સંદેશ’ અને સરદાર પટેલનું ‘લોખંડી નેતૃત્વ’ આપ્યું છે. આજે "વિશ્વ ગુજરાતી દિવસ" પર હું સહુ ગુજરાતીઓને શુભકામનાઓ આપું છું અને વિશ્વાસ વ્યક્ત કરૂ છું કે, ગુજરાતી સમાજ ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં નિરંતર કટીબધ્ધ રહેશે.'  આ પણ વાંચો :  સોમનાથ-પ્રાચીતીર્થ રોડ પર કપિલા નદીનાં પાણી ફરી વળ્યા, ટ્રાફિક જામ થતા 1 K.m લાંબી લાઈનો લાગી

  કવિ નર્મદ ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા. અંધવિશ્વાસ, ધાર્મિક અસહિષ્ણુતાનો વિરોધ કરનાર નર્મદ એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશે પહેલવહેલો વિચાર મૂકનાર વિચારક પણ હતા. તેમનો જન્મ વર્ષ 1833માં સૂરતમાં થયો હતો. આજે તેમના સન્માનમાં જ 24 ઑગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે.
  Published by:Jay Mishra
  First published:August 24, 2020, 19:36 pm