આમદાવાદ : વડાપ્રધાન મોદી (PM Modi) આજે એક દિવસની ગુજરાત (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. નર્મદાના (Narmada) કેવડિયા (Kevadia) ખાતે આજે એક દિવસીય મુલાકાત માટે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા માટે રવાના થયા છે અને કેવડિયામાં યોજાઈ રહેલી કમ્બાઇન્ડ કમાન્ડર કૉન્ફરન્સમાં (Combined Commander Conference) ભાગ લેશે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કમાન્ડર કૉન્ફરન્સ યોજાઈ રહી છે.આ કૉન્ફરન્સમાં ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આજે વડાપ્રધાન મોદી આ કૉન્ફરન્સના સમાપન સમારોહમાં આવી રહ્યા છે. આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશની તમામ સુરક્ષા પાંખના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આ પ્રથમ અવસર હતો કે દેશના આર્મી, નેવી, એરફોર્સમના વડા સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : આણંદમાં કરૂણ ઘટના : એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી ગોળીઓ ગળી, માતા-દીકરાનું મોત
પીએમ નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરી ગુજરાત આવશે, 21 દિવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડી યાત્રા કાઢી હતી. આ યાત્રાને ખૂબ મોટું જન સમર્થન મળ્યું હતું અને આજે પણ ગાંધીજીના આ અહિંસક સત્યાગ્રહની યાદમાં ભાજપ-કોંગ્રેસ બંન્ને પાર્ટી અવારનવાર લોકલ લેવલે દાંડી યાત્રા કાઢતી રહી છે. જોકે આ યાત્રા ને હવે ગ્લોબલ સ્વરૂપ આપવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. ભારતને આઝાદી મળ્યાને 74 વર્ષ પૂર્ણ થયા છે ને 75માં વર્ષ નિમિત્તે ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રા ને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઇ ચૂકી છે.
આ અવસરને ઉજવવા પીએમ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી ગુજરાત સરકાર આગામી 12મી માર્ચથી 21 દિવસીય દાંડી યાત્રા યોજવાની તૈયારી કરી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી ખુદ આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આગામી 12મી માર્ચે નરેન્દ્ર મોદી ગુજરાત ( અમદાવાદ) ની એક દિવસીય મુલાકાતે આવશે અને 12મીએ સવારના સમયે સાબરમતી આશ્રમ ખાતેથી 21 દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે.
આ પણ વાંચો : સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral
21 દિવસ માટે યોજાનારી આ યાત્રામાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો જોડાશે. કેન્દ્રીય પ્રધાનમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના નેતા હાજર રહેશે. ગુજરાતના સીએમ, ડે.સીએમ અને પ્રધાનો પણ અલગ અલગ- સમયે દાંડી યાત્રામાં જોડાશે. પીએમ મોદી ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ગ્લોબલ સ્વરૂપ આપશે. દેશ- વિદેશના મીડિયા પણ આ યાત્રામાં જોડાશે.