અગાઉ ઇઝરાઇલની ચર્ચા થતી હતી, હવે ભારતીય સેના પણ કોઇનાથી કમ નથી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Haresh Suthar | Pradesh18
Updated: October 18, 2016, 5:11 PM IST
અગાઉ ઇઝરાઇલની ચર્ચા થતી હતી, હવે ભારતીય સેના પણ કોઇનાથી કમ નથી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરૂધ્ધ સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનની તુલના આજે ઇઝરાઇલી સાથે કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ બતાવી દીધું છે કે, એ કોઇનાથી કમ નથી. મોદી આજે મંડીમાં એક જાહેર સભામાં જનમેદનીને સંબોધી રહ્યા હતા.

  • Pradesh18
  • Last Updated: October 18, 2016, 5:11 PM IST
  • Share this:
મંડી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરૂધ્ધ સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનની તુલના આજે ઇઝરાઇલી સાથે કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ બતાવી દીધું છે કે, એ કોઇનાથી કમ નથી. મોદી આજે મંડીમાં એક જાહેર સભામાં જનમેદનીને સંબોધી રહ્યા હતા.

મોદીએ કહ્યું કે, આ દિવસોમાં દેશભરમાં આપણી સેનાના પરાક્રમની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. અગાઉ આપણે સાંભળતા હતા કે ઇઝરાઇલે આ કર્યું છે. રાષ્ટ્રએ બતાવી દીધું છે કે, ભારતીય સેના કોઇનાથી કમ નથી. ઇઝરાઇલ દુશ્મન દેશો અને આતંકી સંગઠનો વિરૂધ્ધ સર્જિકલ સ્ટ્રાઇક માટે ઓળખાય છે. મોદી હિમાચલ પ્રદેશમાં ત્રણ પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા.

સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો રાજનીતિક ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે, ભાજપ અને એમની સરકાર દ્વારા એનો ઉપયોગ રાજકીય લાભ ઉઠાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ભાજપ આ આરોપનો ઇન્કાર કરી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે, તે સેનાનું મનોબળ વધારવા અને વડાપ્રધાનની મજબૂત ઇચ્છા શક્તિને બતાવવા માટે મુદ્દો જનતા સુધી લઇ જઇ રહી છે.
First published: October 18, 2016
વધુ વાંચો
अगली ख़बर