Home /News /madhya-gujarat /

આ ચૂંટણીમાં મેં પહેલી વાર આંકડો આપેલો કે અમે 300 પાર કરીશું : પીએમ મોદી

આ ચૂંટણીમાં મેં પહેલી વાર આંકડો આપેલો કે અમે 300 પાર કરીશું : પીએમ મોદી

પીએમ મોદીએ ખાનપુરમાં કહ્યું કે મેં પહેલી વાર ચૂંટણીમાં બેઠકને આંકડો આપ્યો હતો.

ખાનપુર કાર્યલાય ખાતે વડાપ્રધાન મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો, કહ્યું આ ચૂંટણીએ દેશના તમામ પંડિતોને ખોટા પાડ્યા

    ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીનું ખાનપુર ખાતે સ્વાગત થયું હતું. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સુરતની ઘટનાનું દુખ વ્યક્ત કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું કે હું ક્યારેય ચૂંટણીમાં પરિણામના આંકડા જાહેર કરતો નથી પરંતુ પત્રકારોને મેં પહેલી વાર આંકડો આપેલો કે અમે 300 પાર કરીશું.

    તેમણે કહ્યું, “એક બાજુ દુખ બીજી બાજુ કર્તવ્ય ભાવ હું મુંજવણમાં હતો કે આ કાર્યક્રમમાં આવવું કે નહીં. એક તરફ દુખ અને બીજી બાજુ માતૃભૂમિનું ઋણ અદા કરવાનું કામ પરંતુ આના પછી તરત આવવાની સંભાવના નહોતી. માના આશિર્વાદ લેવાનું પણ સ્વાભાવિક દરેક સંતાનની ઇચ્છા થતી હોય પરંતુ ગુજરાત ભાજપની સંવેદનશીલતા માટે અને ગૌરવપૂર્ણ ઉત્સવને સુરતની ઘટનાને અર્પીત કરી અને કોઈ પણ પ્રકારના ઠાઠ સિવાય તમારા દર્શન માટેની મને તક તે બદલ હું ગુજરાત ભાજપનો આભારી છું.”

    તમારી વચ્ચે આવવું એટલે દર્શન કરવા
    એક પ્રકારે હું તમારા દર્શન કરવા આવ્યો છું. તમારા માધ્યમથી હું ગુજરાતના લોકોના દર્શન કરવા આવ્યો છું. તેમના આશિર્વાદ મારી અપાર શક્તિ છે. આશિર્વાદનો પ્રવાહ અટક્યો નથી. આટલું લાંબુ સાર્વજનિક જીવન અને એ પણ સાશન વ્યવસ્થાના મુખ્ય વ્યક્તિ તરીકે રહ્યાં પછી આટલો અપાર પ્રેમ. આના માટે શબ્દો ઓછા પડે તેથી જ મારી ગુર્જન ધરાને માથુ નમાવીને નમન કરૂ છું.

    વિશ્વમાં પણ ઉન્માદ હતો
    સમગ્ર વિશ્વમાં લોકોએ કાર રેલી અને સાયકલ રેલી કરી. આ કાર્યક્રમ બદલ લોકો વિદેશમાં રહેતા લોકોને પૂછતા કે તમે શું કામ કરો છો તો લોકો કહેતા કે સોશિયલ મીડિયાના યુગમાં લોકો સુધી માહિતી પહોંચાડી હતી.

    2014માં વિદાય
    2014માં તમે સૌએ મને વિદાય આપી હતી. મને બરાબર યાદ છે ઘરનો દીકરો ગમે તેટલો મોટો થાય પરંતુ વિદાય વિદાય હતી. લોકોની આંખો ભીની હતી પરંતુ લોકોની આંખોમાં વિશ્વાસ હતો કે નરેન્દ્ર ભાઈ જાય છે પરંતુ કાઈક તો કરશે જ. આપ સૌની પાસેથી જે શીખ્યો જે આપ સૌએ શીખવાડ્યું તે આજે ખૂબ લેખે લાગ્યું છે.

    ગુજરાતની સુવાસ
    2014ની ચૂંટણીમાં દેશ મને નહોતો ઓળખતો પરંતુ ગુજરાતને ઓળખતો હતો અને ગુજરાતની આ સુવાસ જ સમગ્ર દેશમાં પહોંચી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Khanpur, Rally, ગુજરાત, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन