Home /News /madhya-gujarat /

મોદીએ બોલાવી સીસીએસની બેઠક, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા અંગે થશે ચર્ચા

મોદીએ બોલાવી સીસીએસની બેઠક, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા અંગે થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નિયંત્રણ રેખા પાર આતંકવાદી કેમ્પો પર કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન સાથે સંકળાયેલા પુરાવાઓ અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી, નાણામંત્રી, રક્ષામંત્રી અને વિદેશ મંત્રી ભાગ લેશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નિયંત્રણ રેખા પાર આતંકવાદી કેમ્પો પર કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન સાથે સંકળાયેલા પુરાવાઓ અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી, નાણામંત્રી, રક્ષામંત્રી અને વિદેશ મંત્રી ભાગ લેશે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં નિયંત્રણ રેખા અને આંતર રાષ્ટ્રીય સરહદની સાથોસાથ આંતરિક વિસ્તારની સ્થિતિ અંગે પણ ચર્ચા થશે. આ બેઠકમાં સેના તરફથી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાઓ જાહેર કરવા અંગે પણ ચર્ચા થશે.

આ પહેલા સરકારના વરિષ્ઠ મંત્રી વૈકૈયા નાયડૂએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાઓને લઇને બિન જવાબદાર નિવેદન આપી રહેલા લોકોને જવાબ આપવાની સરકારને કોઇ જરૂર નથી. તેમણે કહ્યું કે, કોઇને ભારતીય સેનાની વિશ્વસનિયતા અને પ્રતિબધ્ધતા પર શક નથી.

નિયંત્રણ રેખા પાસે આતંકવાદી સ્થળો પર 28 અને 29 સપ્ટેમ્બરની રાતે કરાયેલા સર્જિકલ ઓપરેશન હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલાથી પાકિસ્તાને નિયંત્રણ રેખા પારથી ગોળીબારી વધારી છે. જેને પગલે બંને દેશોની સેનાઓની સરહદે હિલચાલ વધી છે.
First published:

Tags: કેબિનેટ બેઠક, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, ભારત, વડાપ્રધાન, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन