2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર અને વિપક્ષ ઘણાં કામો કરી રહી છે. હાલ નેતાઓનું લક્ષ્ય મોટાભાગે આવનારી ચૂંટણી પર જ કેન્દ્રિત રહેશે ત્યારે પીએમ મોદી પણ 31મી ઓક્ટબરે રોજ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. હવે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે તેઓ 30મી ઓક્ટોબરની રાત્રે જ અમદાવાદ આવી જવાના છે. નોંધનીય છે કે ગુજરાત છેલ્લા કેટલાક સમયથી અશાંત છે. કોઇને કોઇ મુદ્દે સરકારની સામે આક્ષેપો થઇ રહ્યાં છે. તો તેનાથી ગુજરાત મોડલની પણ છબી ખરાબ થઇ રહી છે. તેના લીધે જ પીએમને પણ ચિંતા થઇ હશે.
31મીના રોજ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદી આવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં તેમના કાર્યક્રમમાં ફેરફાર થઈ રહ્યા છે. નવી દિલ્હીથી એરફોર્સનાં વિમાનમાં અમદાવાદ આવશે. અહીંથી તેઓ ગાંધીનગર જશે. બીજે દિવસે સવારે ગાંધીનગરથી જ હેલિકોપ્ટર દ્વારા કેવડીયા જવા રવાના થશે. કેવડીયાનો કાર્યક્રમ સંપન્ન કરીને ફરીથી પાછા અમદાવાદ આવીને અહીંથી જ દિલ્હી જશે.
મોદીએ પોતાના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરીને તેઓ 30મી ઓક્ટોબરે જ રાતે અમદાવાદ આવી જવાના છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી જાણકારી જણાવી રહી છે કે, પાટીદારોનું અનામત આંદોલન, ઓબીસી અને એસસીના વર્ગોનો લોકોનો વિરોધ તે પછી પરપ્રાંતીયો પર હૂમલાઓ. આદિવાસી લોકો દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમનો બહિષ્કાર તેમજ ગામડાઓ બંધનું એલાન. ખેડૂતોના દેવા માફીનો સિંચાઈનો પ્રશ્ન વગેરે જેવી અનેક સમસ્યાઓ ગુજરાતમાં ઉભી થઈ છે. આ બધી ઘટનાના મુદ્દે પીએમ ચિંતાતૂર બન્યા છે તેથી સરકાર સાથે વિચારણા કરવા તેમણે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર