વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું ઇમાનદાર અધિકારીઓની સાથે છું

Haresh Suthar | News18 Gujarati
Updated: April 21, 2017, 1:39 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું ઇમાનદાર અધિકારીઓની સાથે છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં આયોજિત 11મા સિવિલ સેવા દિવસના એક કાર્યક્રમમાં અધિકારીઓને સન્માનિત કર્યા અને એમને ટીપ્સ પણ આપી. જોકે આ અવસરે મોદીએ કહ્યું કે, પહેલા સરકાર જ સર્વસ્વ હતી, આજે અધિકારીઓની જવાબદારી વધી છે. એમણે અધિકારીઓ વચ્ચે સ્પર્ધા અને કાર્યશૈલીને બદલવાની પણ અપીલ કરી.

  • Share this:
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં આયોજિત 11મા સિવિલ સેવા દિવસના એક કાર્યક્રમમાં અધિકારીઓને સન્માનિત કર્યા અને એમને ટીપ્સ પણ આપી. જોકે આ અવસરે મોદીએ કહ્યું કે, પહેલા સરકાર જ સર્વસ્વ હતી, આજે અધિકારીઓની જવાબદારી વધી છે. એમણે અધિકારીઓ વચ્ચે સ્પર્ધા અને કાર્યશૈલીને બદલવાની પણ અપીલ કરી.

એમણે કહ્યું કે, અધિકારીઓ સામે કેટલાક પડકારો પણ છે. જેને ઉપાડવા અને પૂર્ણ કરવા અધિકારીઓએ સમયની સાથે બદલાવું પણ પડશે. મને અધિકારીઓની જવાબદારી ખબર છે. અધિકારીઓને સરકારના રહેતાં દબાણ ન અનુભવાવી જોઇએ. છેલ્લા 20 વર્ષમાં ઘણો બદલાવ થયો છે. પીએમ મોદીએ કહ્યું કે, હું ઇચ્છું છું કે એક વર્ષમાં ગુણવત્તાપૂર્ણ બદલાવ થવો જોઇએ. જો એક્સીલેન્સીનો સિક્કો અધિકારીઓની સાથે જોડાયેલો છે તો એમણે કામ પણ ઉમદા જ કરવું પડે.

મોદીએ કહ્યું કે, હવે ચીજોને બદલવાનો સમય આવી ગયો છે. શું તમે એને અપનાવો છો. હું સમજું છું કે હાયરકીનો બોજ અંગ્રેજોના સમયથી છે પરંતુ અમે આજે પણ અનુભવનું ભાથું નવા અધિકારીઓને આપતા રહીએ છીએ. સિનિયર વિચારે છે કે ક્યાંક અનુભવનો બોજ નવા પડકારો આગળ રૂકાવટનો નહીં બની રહે ને,

મોદીએ કહ્યું કે, હું સોશિયલ મીડિયાની તાકાતને ઓળખનારો માણસ છું. જો હું સોશિયલ મીડિયા મારફતે સરકારી યોજનાઓનો પ્રચાર કરૂ છું તો એ સારો પ્રયાસ છે. પરંતુ જો હું મારો ફોટો જાતના પ્રચાર માટે લગાવું તો એ દુરપયોગ સમાન છે.
First published: April 21, 2017
વધુ વાંચો
अगली ख़बर