Home /News /madhya-gujarat /

PMની ટ્વિટર પર 'મન કી બાત', ભાજપ તરફી મતદાનનો જતાવ્યો વિશ્વાસ

PMની ટ્વિટર પર 'મન કી બાત', ભાજપ તરફી મતદાનનો જતાવ્યો વિશ્વાસ

PM મોદીએ ગુજરાતમાં ભાજપ વિજયી બનશે તેવો વિશ્વાસ જતાવ્યો સાથે જ એક સાથે સાત ટ્વિટ કરીને પોતાનાં મનની વાત કહી છે

PM મોદીએ ગુજરાતમાં ભાજપ વિજયી બનશે તેવો વિશ્વાસ જતાવ્યો સાથે જ એક સાથે સાત ટ્વિટ કરીને પોતાનાં મનની વાત કહી છે

અમદાવાદ: પ્રધાનમંત્રી મોદી આજે મા અંબાનાં આશિર્વાદ લઇ દિલ્હી પરત થવા રવાના થઇ ગયા છે ત્યારે તેમણે અંતિમ વખત ટ્વિટર પર જનતાને ભાજપ તરફી મત કરવાની અપીલ કરી છે.  PM મોદીએ ગુજરાતમાં ભાજપ વિજયી બનશે તેવો વિશ્વાસ જતાવ્યો સાથે જ એક સાથે સાત ટ્વિટ કરીને પોતાનાં મનની વાત કહી છે

તેમણે ટ્વિટ કરી છે કે, ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમ બંધ થશે. લગભગ સાડા ત્રણ વર્ષ પછી ગુજરાતનાં અલગ અલગ જિલ્લામાં જઇને જનતા જનાર્દનનાં દર્શન કરવાનો અને તેમનાં આશીર્વાદ લેવાનું સૌભાગ્ય મળ્યું.

મારા જાહેર જીવનનાં 40 વર્ષમાં મે ક્યારેય ન અનુભવી હોય એવી લાગણી અને પ્રેમ આપે આપ્યો. સગા દીકરાને વધાવે એમ આપે મને વધાવ્યો. આપનો પ્રેમ, આપના આશીર્વાદ મને શક્તિ આપે છે. કરોડો ભારતવાસીઓ માટે જીવન ખપાવવાની ઉર્જા આપે છે, આપનો હુ સદૈવ ઋણી છું.

14મી તારીખે પણ પ્રથમ તબક્કાની જેમ ભાજપ તફી વધુમાં વધુ મતદાન કરી એક એક પોલીંગ બુથમાં ભાજપ અને કમળન વિજયી બનાવવાનાં આપનાં સંકલ્પને મે બરાબર અનુભવ્યો છે.

ગુજરાત ઉપર ગુજરાતનાં ઉદ્યમી અને મહેનતકશ નાગરિકો માટે તેમજ વ્યક્તિગત રીતે મારા માટે પણ ન કલ્પી શકાય એવી વાતો વિરોધીએ એ કહી. સહુ ગુજરાતીઓની લાગણી ઘવાય, ચોટ લાગે એ સ્વાભાવિક છે. આ માટેનો જવાબ 14 તારીખે વોટથી આપવો એ ઉત્તમ માર્ગ છે.

ભારત સરકાર અને ગુજરાત સરકાર ખભેખભો મિલાવીને કામ કરે તો શક્તિ 1+1=2 નહિ પરંતુ 1ની બાજુમાં 1 = 11ની તાકાત મળે અને ગુજરાતનો વિકાસ તેટલી ઝડપે આગળ વધે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, પીઅેમ નરેન્દ્ર મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन