અમદાવાદ : પ્રોપર્ટીના માલિકોએ ભાડા માટે દબાણ કરતા રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી


Updated: May 28, 2020, 7:11 PM IST
અમદાવાદ : પ્રોપર્ટીના માલિકોએ ભાડા માટે દબાણ કરતા રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી
અમદાવાદ : પ્રોપર્ટીના માલિકોએ ભાડા માટે દબાણ કરતા રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી

રેસ્ટોરન્ટ સંચાલકો જણાવી રહ્યા છે કે છેલ્લા બે મહિનાથી તેમની આવક થઇ નથી ત્યારે લાખોની કિંમતથી ભાડે રાખેલી પ્રોપર્ટીનું ભાડું ઉઘરાવવા માટે માલિકોના સતત ફોન આવી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના પ્રહલાદનગર રોડ પર રેસ્ટોરન્ટના હબ ગણાતા દેવ ઓરમ કોમ્પલેક્ષ ખાતે વેપારીઓ ભેગા થયા અને પ્રોપર્ટીના માલિક તેમની પાસે ભાડુ માંગતા અને ભાડા માટે દબાણ કરતા વેપારીઓએ પ્રોપર્ટી માલિકો સામે વિરોધ નોંધાવ્યો છે. તેમની રજૂઆત છે કે લૉકડાઉનમાં ધંધો બંધ હોવાથી અને આગામી દિવાળી સુધી તેમનો ધંધો નહી ચાલે તેવી ભીતિ તેમને સતાવી રહી છે. પ્રોપર્ટી માલિકો તરફથી ભાડા માટે તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓએ સરકાર પાસે લાઈટ બિલ અને પ્રોપર્ટી માલિકો તેમની પાસેથી ભાડું ન ઉઘરાવે તેવી અપીલ કરી છે.

રેસ્ટોરન્ટ સંચાલકો જણાવી રહ્યા છે કે છેલ્લા બે મહિનાથી તેમની આવક થઇ નથી ત્યારે લાખોની કિંમતથી ભાડે રાખેલી પ્રોપર્ટીનું ભાડું ઉઘરાવવા માટે માલિકોના સતત ફોન આવી રહ્યા છે અને દબાણ કરાઈ રહ્યું છે. ત્યારે હાલ અમે અમારા સ્ટાફને સાચવવામાં પણ ઉણા ઉતરી શક્યા નથી માંડ માંડ તેમનું પૂરું કરી રહ્યા છે, ત્યારે લાખો રૂપિયાનું ભાડું ચૂકવવું અને લાખો રૂપિયામાં આવતા લાઈટ બિલ કેમ કરી ચૂકવવું તે હાલ વિકટ સમસ્યા બનીને સામે આવી છે. દેવ ઓરમ કોમ્પલેક્ષમાં આવેલી મોટી મોટી રેસ્ટોરન્ટના માલિકોએ રેસ્ટોરન્ટ બહાર ભેગા થઈ અને પોતાની રજૂઆત કરતા વિરોધ નોંધાવ્યો હતો. સૌ ભેગા મળી સરકારમાં પણ લાઈટ બિલ માટે અને રેસ્ટોરેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે રાહત પેકેજ જાહેર કરવા પણ માંગણી કરી છે. ઉપરાંત રેસ્ટોરન્ટનો સાંજનો સમય વધારવા પણ રજુઆત કરાઈ છે.

આ પણ વાંચો - કોરોનાના કારણે આ લગ્નમાં ન ઢોલ વાગ્યો ન શરણાઈ, અગ્નિના ફેરે સાત વચનો પણ ના આપ્યા

મોટી મોટી રેસ્ટોરન્ટ અને તેના મોટા ભાડા અને ફેસીલીટી તમામ વસ્તુઓ હાલમાં કોરોનાને કારણે વેપારીઓ માટે કહેર સમાન બની ગઈ છે ત્યારે વેપારીઓએ આ સમયમાં કઈ રીતે આ વ્યવસાયને આગળ ધપાવવો એ હાલ તેમના માટે વિકટ સમસ્યા બની ગઈ છે કારણ કે સરકારે પણ હાલમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાની પરવાનગી આપી નથી માત્ર પાર્સલ સેવાથી આ ધંધો પૂરતી રોજગારી આપી જાય તેવું શક્ય નથી ત્યારે લાખોના ભાડે ચાલતી આ તમામ રેસ્ટોરેન્ટનાં વેપારીઓ માથે આભ તૂટી પડયું છે. મોટી મોટી રેસ્ટોરન્ટના માલિકો પણ રોડ પર આવી ગયા છે.
First published: May 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading