રેવન્યૂ તલાટીની કેડરને તલાટી કમ મંત્રીની કેડરમાં મર્જ કરવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી


Updated: March 3, 2020, 1:46 PM IST
રેવન્યૂ તલાટીની કેડરને તલાટી કમ મંત્રીની કેડરમાં મર્જ કરવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી
રાજ્યના અંદાજીત 10,000 જેટલા ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં મહેસૂલી કામગીરીને અસર કરતો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો.

રાજ્યના અંદાજીત 10,000 જેટલા ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં મહેસૂલી કામગીરીને અસર કરતો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં રેવન્યૂ તલાટીની કેડરને તલાટી કમ મંત્રીની કેડરમાં મર્જ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રેવન્યૂ તલાટીની કેડર ઊભી કર્યા બાદ તેમને પ્રમોશન આપવાના નિર્ણય બાદ રાજ્ય સરકારે ફેરવી તોળતા હાઇકોર્ટમાં અરજી થઈ છે.

મહેસૂલી ક્લાર્ક એસોસિએશનના દબાણમાં રાજ્ય સરકારે રેવેન્યૂ તલાટીની કેડરમાં આવતા લોકોને અન્યાય થાય તેવી કામગીરી કરી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીના પગાર ધોરણ અને કામગીરી અલગ હોવા છતાં દબાણમાં આવી અને રાજ્ય સરકાર આ પગલું લઈ રહી હોવાનો રેવન્યૂ તલાટીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટે કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકારને નોટિસ ઇશ્યૂ કરી છે. રાજ્ય સરકારના કથિત બેવડા વલણ અંગે હાઈકોર્ટે મહેસૂલ વિભાગ અને પંચાયત વિભાગ સહિતના પક્ષકારોનો ખુલાસો માંગ્યો છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

First published: March 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading