અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ ઉપયોગથી ઠેરઠેર ગંદકીના ઢગ

News18 Gujarati
Updated: September 12, 2019, 4:39 PM IST
અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ ઉપયોગથી ઠેરઠેર ગંદકીના ઢગ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતા શહેરમાં બેફામ રીતે પ્લાસ્ટિકનો વપરાશ થઈ રહ્યોં છે

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Amdavad Municipal Corporation) 50 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટીના ઉપયોગ પર પ્રતિબંધ (plastic ban) ફરમાવ્યો છે. તેમ છતાં શહેરમાં બે ફામ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. અને તેના પગલે જ ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગને કારણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાયું છે. શહેરનો સરખેજ વિસ્તાર હોય કે બોપલ કે પછી નારોલથી નરોડા વિસ્તાર તમામ જગ્યાએ આ જ દ્રશ્યો છે.

એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતા શહેરમાં બેફામ રીતે પ્લાસ્ટિકનો વપરાશ થઈ રહ્યોં છે અને આ પ્લાસ્ટિક કચરા સ્વરુપે કચરાના ઢગલામાં પણ જોવા મળી રહ્યું છે. શહેરીજનો પણ સવાલો ઉઠાવી રહ્યાં છે કે તંત્ર દ્વારા જો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો પ્લાસ્ટિકની થેલીઓ વેચાય છે કેવી રીતે અને આ મામલે લોકોએ પણ જાગૃત થવું પડશે તેવું પણ લોકો માની રહ્યાં છે.

50 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકના વેચાણ પર એએમસીએ (AMC)પ્રતિબંધ લગાવ્યો છે. અને આવું પ્લાસ્ટિક વેચતા હોય તેવા વેપારીઓને દંડવામાં પણ આવ્યા છે. છતા આ પ્લાસ્ટિકના વપરાશ કે વેચાણ પર પ્રતિબંધ જોવા મળતો નથી. સૌથી વધુ એટલે કે શહેરમાં 70થી 80 ટકા પ્લાસ્ટિકની થેલીનો વપરાશ જમાલપુરના શાકભાજી માર્કેટમાં જોવા મળી રહ્યોં છે. જો કે વેપારીઓ માની રહ્યાં છે કે જન સુખા કારી માટે જે નિર્ણય લેવાયા છે તે સ્વિકારવા જોઈએ. આ પ્લાસ્ટિક પર્યાવરણ અને માનવજાત માટે હાનીકારક હોય તે ના થવું જોઈએ. સરકારી ધારા ધોરણ પ્રમાણેના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ-'મને સપનામાં ઢબુડી જેવી ઢીંગલી આવી હતી,' પોલીસ પૂછપરછમાં ધનજીએ કર્યા અનેક ઘટસ્ફોટ

જો કે પ્લાસ્ટિકના પ્રતિબંધ છતા બજારમાં પ્લાસ્ટિકની થેલીઓ વેચાણ અને વપરાશ થઈ રહ્યું છે. તે મામલે પ્લાસ્ટિકના વેપારીઓ તંત્રની કામગીરીથી નારાજ છે. વેપારી એસોસિએશનનું માનવું છે કે 50 માઈક્રોનથી નીચેની થેલી બનાવવી ના જોઈએ. અને તે કાયદાની વિરુદ્ધમાં જઈ જે પ્લાસ્ટિકની થેલી બનાવતા હોય તેની સામે કામગીરી કરવી જોઈએ કાયદામાં રહીને કામકરનારા વેપારીઓની કનડગત ના થાય તે કોર્પોરેશને જોવું જોઈએ.

આમ શહેરમાં પ્લાસ્ટિકની થેલીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતા બેફામ પણે પ્લાસ્ટિકની થેલીઓ વેચાઈ રહી છે. જેને પગલે શહેરમાં પ્લાસ્ટિકની થેલીઓના કચરાના ઢગ ખડકાયેલા જોવા મળે છે. એટલુ જ નહિ પશુઓના પેટમાં પણ આ પ્લાસ્ટિકની થેલીઓ જઈ રહી છે. જે પશુઓના પણ સ્વાસ્થ્યને નુકસાન કારક સાબિત થઈ શકે છે. ત્યારે પ્લાસ્ટિકના વેચાણની સાથે સાથે વપરાશ અને તેના પ્રોડક્શન પર પણ પ્રતિબંધ લાગે તે જરુરી છે.
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर