Home /News /madhya-gujarat /

અમદાવાદ સાયન્સ સિટી જોવાનો પ્લાન કરી રહ્યા છો? તો ફટાફટ વાંચી લો બચત સાથે થશે સાયન્સ સિટી ટુર

અમદાવાદ સાયન્સ સિટી જોવાનો પ્લાન કરી રહ્યા છો? તો ફટાફટ વાંચી લો બચત સાથે થશે સાયન્સ સિટી ટુર

સાયન્સ સિટી ટૂર

Ahmedabad News: સાયન્સ સિટીના આકર્ષણ જોવા માટે મોટી સાંખ્યમાં મુલાકાતીઓ આવે છે. જોકે સાયન્સમાં તૈયાર કરાયેલા આકર્ષક જોવા માટેના અલગ અલગ ટીકીટ (ticket) છે.

અમદાવાદઃ સાયન્સ સિટીમાં (Science City) નવા નવા આકર્ષણ બનાવવામાં આવ્યા છે. અને સાયન્સ સિટીના આકર્ષણ જોવા માટે મોટી સાંખ્યમાં મુલાકાતીઓ આવે છે. જોકે સાયન્સમાં તૈયાર કરાયેલા આકર્ષક જોવા માટેના અલગ અલગ ટીકીટ (ticket) છે. ત્યારે સાયન્સ સીટી દ્વારા નવી ઓફર મુકવામાં આવી છે. બચત સાથે સાયન્સ સિટી ટુર (Science City Tour). સાયન્સ સિટીમાં 499 રૂપિયામાં રોબોટિક-એક્વિટીક ગેલેરી, 5d થિયેટર,1-vr રાઈડ,થ્રિલ રાઈડ,મિશન ટુ માર્સ રાઈડ,4d થિયેટર,અર્થકવેક એક્સસ્પીરિયન્સ રાઈડ, કોલ માઇન આકર્ષણો નિહાળી શકાશે. મંગળવારથી શુકવાર સુધી 499 રૂપિયા રહેશે અને શનિવાર, રવિવાર, જાહેર રજાના દિવસે ટિકીટનો દર 699 રૂપિયા રહેશે.

સાયન્સ સિટીના ડાયરેક્ટર હર્ષવર્ધન મોદીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે.સાયન્સ સિટી જ્ઞાન સાથે ઉજાણીની સ્થળ છે.પરિવાર સાથે અથવા મિત્રો સાથે સાયન્સ સિટી જોવા આવે છે. પરંતુ અલગ અલગ ફીના કારણે જોવાનું છૂટી જતું હોય છે.જો કે વ્યક્તિ દીઠ 900 જેટલા થતા હતા.

પરંતુ મંગળવારથી શુક્રવાર માટે 499 રૂ કોમ્બો ઓફર આપી છે. જેના કારણે 499 રૂ ટિકિટ લઈ આખો દિવસ સાયન્સ સિટીમાં ફરે અને અહીં આવે તે કઈ મેળવીને જાય.જો કે ત્રણ દિવસથી બચત સાથે સાયન્સ સિટીની ટુરની શરૂઆત કરી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પોલીસની શરમજનક કરતૂતઃ પોલીસે કસ્ટડીમમાં બૂટલેગરને અન્ય આરોપીઓ સાથે મુખ મૈથુન કરવાની પાડી ફરજ

અને મુલાકતીઓ રિસ્પોન્સ સારો મળી રહ્યો છે. સામાન્ય દિવસમાં 1 હજારથી 1500 જેટલા મુલાકતીઓ આવે છે.અને શનિવાર અને રવિવાર તેમજ રજાના દિવસોમાં 3 હજારથી 5 હજાર મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પત્ની નવા કપડા પહેરે એટલે પતિ શંકા કરે, બસ એટલે જ મારી નાંખી, પતિની કબૂલાત

સાયન્સ સિટીમાં આકર્ષક જોવા માટે વ્યક્તિ દિઠ 900 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. અને એક એક આકર્ષણ જોવા માટે પ્રત્યેક મુલાકાતીને 250 રૂપિયાની ટીકિટ લેવી પડતી હતી.જો કે ટીકીટના દર વધુ હોવાને કારણે મુલાકાતીઓ અમુક આકર્ષણ જોવાનુ ટાળતા હતાં.

પરંતુ હવે 499 રૂપિયામાં 9 આકર્ષણ જોવા મળશે.આ કોમ્બો ઓફરને લીધે સાયન્સ સિટીમાં મુલાકાતીઓ રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે. અને ઓછા ખર્ચમાં વધુ આકર્ષણ નિહાળી શકે છે.કોરોના કારણે મુલાકાતિઓની સંખ્યા ઘટી હતી. પરંતુ કોરોના કેસ ઘટતાની સાથે ફરી સાયન્સ સિટી મુલાકાતીઓથી ધમધમતી થઈ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Science city

આગામી સમાચાર