પિરાણા ડમ્પિંગ સાઇટ ભુતકાળ બનશે, વિશાળ કાય કચરાના પહાડનો થઇ રહ્યો છે નિકાલ


Updated: July 3, 2020, 9:54 PM IST
પિરાણા ડમ્પિંગ સાઇટ ભુતકાળ બનશે, વિશાળ કાય કચરાના પહાડનો થઇ રહ્યો છે નિકાલ
પિરાણા ડમ્પિંગ સાઇટ ભુતકાળ બનશે, વિશાળ કાય કચરાના પહાડનો થઇ રહ્યો છે નિકાલ

એએમસી વિભાગ દ્વારા 37 ટ્રોમિલ મશીન મુકી કચરાનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરના નારોલ હાઇ વે પર આવેલ પિરાણા ડમ્પિંગ સાઇટ ભુતકાળ બને તો નવાઇ નહી કહેવાય. કારણ કે એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કચરાના નિકાલની કામગીરી ચાલી રહી છે. અનેક દાયકાથી અમદાવાદ શહેરમાંથી કલેક્શન કરી કચરો અહીં ઠાલવામાં આવી રહ્યો છે. આ કચરાની ડમ્પિંગ સાઇટ એક પહાડ જેટલી ઉચાઇ પર પહોંચી ગઇ છે ત્યારે એએમસી વિભાગ દ્વારા 37 ટ્રોમિલ મશીન મુકી કચરાનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.

એએમસી સોલિડ વેસ્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શહેરમાં પ્રતિદિન ૪ હજાર ટન ઘન કચરો પિરાણા ડમ્પિંગ સાઇટ પર એકત્ર થાય છે. અનેક દાયકાથી અમદાવાદ શહેરનો કચરો અહીં ઠાલવામા આવે છે. એએમસી દ્વારા યુદ્ધના ધોરણે કચરાના નિકાલ માટે કામગીરી ચાલી રહી છે. હાલ કચરાના ટ્રિમિગ માટે 37 થી વધુ ટ્રિમિલ મશીન ડમ્પ સાઇટ પર મુક્યા છે. જેમાં પ્રતિદિન હજારો ટન કચરાનો નિકાલ અહીંથી કરવામાં આવે છે.

આ પણ વાંચો - ચોમાસામાં કેવી રીતે ફેલાય છે મચ્છરજન્ય રોગચાળો, જાણો રસપ્રદ માહિતી

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી 13 લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાયો છે. 1980 થી 1990 ના દાયકામાં ઉભો કરાયેલ અઝમેરી નામનો ઢગલો દુર કરવાની કામગીરી ચાલે છે. લોક ડાઉનની અસર કામગીરી પર ચોક્કસ પડી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સૂચના મુજબ વર્ષના અંત સુધી હજુ પણ મોટી કામગીરી કરવામાં આવશે. હજુ વધુ ટ્રિમિલ મશીન મુકી કચરાનો નિકાલ કરાશે. કચરામાંથી ટ્રોમિલ બાદ ખાતર સહિત અન્ય વસ્તુઓ નીકળે છે જેનો ઉપયોગ પણ થઇ રહ્યો છે . વર્ષના અંત સુધી 16થી 20એકર જગ્યા ખુલી કરવાનો લક્ષ્યાંક છે.

મહત્વપૂર્ણ છે કે પીરાણા ડમ્પિંગ સાઇટનો કચરો અમદાવાદ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગયો છે. કારણ કે પિરાણા સહિત આસપાસના વિસ્તાર પાલડી , વાસણા, બહેરામપુર , દાણીલમડા વોર્ડમા કચરાના પગલે વિપરીત અસર જોવા મળે છે. જો એએમસી યુદ્ધના ધોરણે આ કામગીરી નહી કરે તો આસપાસના પાંચ કિમી વિસ્તારમાં લોકોને અનેક બિમારીઓને આમંત્રણ આપી રહ્યો છે.
First published: July 3, 2020, 9:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading