સ્કૂલ બાદ કોલેજોની ફી મુદ્દે હાઇકોર્ટમાં PIL,સરકારે કહ્યું બે અઠવાડિયામાં ફી અંગેના ધારાધોરણ નક્કી થશે

સ્કૂલ બાદ કોલેજોની ફી મુદ્દે હાઇકોર્ટમાં PIL,સરકારે કહ્યું બે અઠવાડિયામાં ફી અંગેના ધારાધોરણ નક્કી થશે
સ્કૂલ બાદ કોલેજોની ફી મુદ્દે હાઇકોર્ટમાં PIL,સરકારે કહ્યું બે અઠવાડિયામાં ફી અંગેના ધારાધોરણ નક્કી થશે

રાજ્ય સરકાર વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફી અંગે નિર્ણય કરવા બે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે

  • Share this:
અમદાવાદ : સ્કૂલ બાદ કોલેજોની ફી મુદ્દે હાઇકોર્ટમાં PIL થઈ છે. કોલેજોની ફી ઘટાડાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકાર વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફી અંગે નિર્ણય કરવા બે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અક્ષય મહેતાના અધ્યક્ષસ્થાને આ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી સમગ્ર મામલે અભ્યાસ કરી રહી છે. આ કમિટી બેથી ત્રણ અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરશે અને તેને હાઇકોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકારને ટકોર કરતાં એવું સૂચન કર્યું હતું કે ફી મુદ્દે ઝડપથી કોઇ નક્કર નિર્ણય લેવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 13મી ઓક્ટોબરના રોજ મુકરર કરવામાં આવી છે. રાજ્યની ખાનગી શાળાઓ બાદ હવે કોલેજોમાં ફી ઘટાડાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના પગલે અન્ય રાજ્યોમાં કોલેજોની ફીમાં 30 ટકા સુધીના ઘટાડાની રાહત આપવામાં આવી રહી છે.આ પણ વાંચો - રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1379 કેસ નોંધાયા, 1652 દર્દી સાજા થયા, રિકવરી રેટ 83.81% થયો

ત્યારે ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને પણ આ પ્રકારની રાહત પ્રવર્તમાન કોરોનાની મહામારીના પગલે આપવાનો આદેશ કરવો જોઇએ. હાઇકોર્ટની ખંડપીઠે આ સમગ્ર મામલે અગાઉ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સહિતના પ્રતિવાદીઓને તેમનો પક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
Published by:Ashish Goyal
First published:September 17, 2020, 20:43 pm

टॉप स्टोरीज