ગુજરાત HCમાં કાચું ડ્રાઈવિંગ લાઈસન્સ ઈસ્યૂ કરવાની પ્રક્રિયાને પડકારતી PIL દાખલ


Updated: February 27, 2020, 10:07 PM IST
ગુજરાત HCમાં કાચું ડ્રાઈવિંગ લાઈસન્સ ઈસ્યૂ કરવાની પ્રક્રિયાને પડકારતી PIL દાખલ
RTOમાં એજન્ટ પ્રથા નાબુદ કરી દેવામાં આવશે

આરટીઓ કચેરીમાંથી કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ ઈસ્યૂ કરવાની કામગીરી હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં કાચું લાઇસન્સ ઇશ્યૂ કરવાની પ્રક્રિયાને પડકારતી એક જાહેર હીતની અરજી દાખલ થઇ હતી. કોર્ટે આજે ગુરુવારે રજૂઆતો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે.

  • Share this:
અમદાવાદઃ આરટીઓ કચેરીમાંથી કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving license) ઈસ્યૂ કરવાની કામગીરી હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat hight court) કાચું લાઇસન્સ ઇશ્યૂ કરવાની પ્રક્રિયાને પડકારતી એક જાહેર હીતની અરજી દાખલ થઇ હતી. કોર્ટે આજે ગુરુવારે રજૂઆતો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે.

ડ્રાઇવિંગ લાઈસન્સ ઈસ્યૂ કરવા માટેની કામગીરી આરટીઓ (RTO) સિવાયની અન્ય સંસ્થાઓને સોપવામાં આવેલી છે. અરજદારની રજૂઆત હતી કે અન્ય સંસ્થાને કાચુ લાઈસન્સ આપવાના અધિકારોની સાથે વધારાના સો રૂપિયા જે પ્રતી લાઈસન્સ જે તે સંસ્થાને આપવામાં આવે છે તે પ્રજાએ ભરેલા ટેક્ષમાંથી ચૂકવાય છે.

આ પણ વાંચોઃ-Health tips: ઘરગથ્થુ ઉપાયથી 24 કલાકમાં મસાની સમસ્યાથી મળશે રાહત

આમ જનતાના ખિસ્સા ઉપર બોજ સમાન છે. બીજુ કે આ સંસ્થાઓ ડ્રાઇવિંગ લાઇસન્સ ઈસ્યૂ કરવા માટે ફક્ત થોડો કલાક જ કામગીરી કરે છે. અને પરિણામે હાલ લર્નિંગ લાઈસન્સ માટે 3 મહિના સુધીનું વેઈટિંગ પણ ચાલી રહ્યુ છે. જે લોકો માટે ભારે હેરાનગતી છે. તે સિવાય આ સંસ્થાઓ પાસે કોઈ જાતના આધાર-માળખું નથી. પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ પણ નથી. તેથી લાઇસન્સ મેળવવા માટે લાંબી લાઇનો લાગે છે.

આ પણ વાંચોઃ-OMG! મહિલાનો ટેસ્ટ કરતા જ ચોંકી ગયા ડોક્ટરો, યુરીનની જગ્યાએ બનતો હતો દારું

આમ જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તથા તેમના સમયનો વ્યય થાય છે. સાથે સાથે જે પણ કર્મચારી કાચું લાઈસન્સ ઈસ્યૂ કરવાની પ્રક્રિયા હાથ ધરે છે. તે પણ કેન્દ્ર સરકાર દ્વારા કાચુ લાઈસન્સ ઇશ્યૂ કરવા માટે જે લાયકાત નક્કી કરવામાં આવી છે. તે લાયકાત પ્રમાણેના નથી હોતા.આ પણ વાંચોઃ-ઘરે બેઠા કરી શકો છો ચાર ધામ મંદિરની આરતી, Jio ટૂંક સમયમાં કરશે જીવંત પ્રસારણ

આ કારણોસર આવી રીતે અન્ય સંસ્થાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ ઈસ્યૂ કરવાની પરવાનગી આપવાનો કોઈ અર્થ નથી રહેતો. ઓબ્જેક્શન ટેસ્ટનો ડેટા અને તેની સામગ્રી પણ આ સંસ્થાઓ નક્કી કરે છે. જ્યારે વાહન વ્યહવાર અધિનીયમ પ્રમાણે સક્ષમ અને એક્સપર્ટ અધિકારી દ્વારા તમામ ડેટા અને સામગ્રી ધ્યાનમાં લેવામાં અને નક્કી કરવામાં આવવી જોઈએ.

આ કારણોસર ખોટી રીતે અને બોગસ કાચા લાઈસન્સ જારી કરવામાં આવે તો તે અત્યંત જોખમી છે. અને રસ્તા ઉપાડતા નીકળતા લોકો માટે પણ જાનમાલની સુરક્ષાની દ્રષ્ટિએ ખતરારૂપ છે. ઉપરના તમામ પાસાઓ જોતા કાચુ લાઈસન્સ આપવાની સંપૂર્ણ પ્રક્રિયા જ કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર અધિનિયમની વિરુદ્ધ છે.

અને કેન્દ્ર સરકારના વાહન વ્યવહારના અધિનિયમ મેં નેવે મૂકીને કેવી રીતે રાજ્ય સરકાર નોટિફિકેશન બહાર પાડી શકે? આ સંસ્થાઓ દ્વારા જે લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે તેમાં પણ ઘણા છબરડાઓ સામે આવ્યા છે અને વખતો વખત એસીબીની રેડ પડે છે.

આ સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવતા કાચા ડ્રાઇવિંગ લાઇસન્સ માંના ઘણા લાઈસન્સ માં ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકના ફોટા નથી હોતા અથવા તો તેમના ફોટા, નામ, સરનામા અને અન્ય વિગતો માં છબરડા હોય છે. અરજદારની આ રજૂઆતો સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ અંગેનો પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading