સ્મૃતિ  ઇરાનીએ સાંસદ તરીકેના નાણાંનો દુરુપયોગ કર્યાના આક્ષેપની PILમાં સરકારે રજૂ કર્યો જવાબ

News18 Gujarati
Updated: April 30, 2019, 8:33 PM IST
સ્મૃતિ  ઇરાનીએ સાંસદ તરીકેના નાણાંનો દુરુપયોગ કર્યાના આક્ષેપની PILમાં સરકારે રજૂ કર્યો જવાબ
ફાઇલ તસવીર

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સાંસદ તરીકેના નાણાંકીય ભંડોળનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરતી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકારે આજે જવાબ રજૂ કર્યો હતો.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સાંસદ તરીકેના નાણાંકીય ભંડોળનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરતી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકારે આજે  જવાબ રજૂ કર્યો હતો.

હાઇકોર્ટને જણાવ્યું છે કે,‘આ સમગ્ર પ્રકરણમાં ભૂલ કરનાર ત્રણ અધિકારીઓ વિરૂદ્ધ ચાર્જશિટ કરવામાં આવી છે. વિકાસના કામ માટે રાખવામાં આવેલી ખાનગી એજન્સી જોડેથી નાણાંની વસૂલાત માટેના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યાં છે.’

આ કેસની વધુ સુનાવણી બીજી મેના રોજ મુકરર કરવામાં આવી છે.  રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે,‘ત્રણ અધિકારીઓ દ્વારા મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS)ના દિશાનિર્દેશોને બાયપાસ કર્યા છે. જેમાં ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસર સી.આર. બિરાઇ, ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરિંગ એ.ડી. રાઠોડ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ હિના પટેલની જવાબદારી નક્કી કરી તેમની સામે ૧૧મી એપ્રિલના રોજ ચાર્જશિટ કરવામાં આવી છે.’

તે ઉપરાંત રાજ્ય સરકારે એવું પણ જણાવ્યું છે કે,‘વિકાસ કામોના અમલવારી માટેની એજન્સીના ચાર બેંક ખાતા પણ ટાંચમાં લેવામાં આવ્યાં છે.’ ઉલ્લેખનીય છે કે અગાઉ હાઇકોર્ટે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. ત્યાર બાદ સરકારે હાઇકોર્ટ સમક્ષ ઉક્ત વિગતો રજૂ કરી છે.
First published: April 30, 2019, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading