અમદાવાદી મહિલાની કમાલ, એક બે નહીં 24 ભાષામાં પીસ ઓફ આર્ટ


Updated: June 6, 2020, 9:56 PM IST
અમદાવાદી મહિલાની કમાલ, એક બે નહીં 24 ભાષામાં પીસ ઓફ આર્ટ
અમદાવાદી મહિલાની કમાલ, એક બે નહીં 24 ભાષામાં પીસ ઓફ આર્ટ

સતત કોરોનાના કેસ અંગેના સમાચારને કારણે માઈન્ડ પર અસર પડી હતી. જેથી મને આ ક્રિએશનનો આઈડિયા આવ્યો અને પરિવારને પણ આ કામમાં મેં સાથે રાખ્યા છે - પેઈન્ટર પ્રિયા

  • Share this:
અમદાવાદ : અમદાવાદના બોપલ-આંબલી રોડ પર રહેતાં પેઈન્ટર પ્રિયા પરયાણીએ લૉકડાઉનનાં 70 દિવસને પરિવાર સાથે માણ્યો છે પરંતુ આ જ સમયમાં કોરોના અંગેના ડરથી તેમણે પોતાનું માઈન્ડ પણ ફ્રેશ કર્યુ છે. કોરોનાના વધતાં જતાં આંકડા વચ્ચે પ્રિયાબેને બનાવ્યું છે એક એવું કેન્વાસ, જેમાં તેમણે દોરીની મદદથી બેચને એકબીજાથી જોડીને શાંતિનો સંદેશ આપ્યો છે. પ્રિયા પરયાણીએ 6 બાય 6ના મોટા કેન્વાસને ઉંઘું કરીને તેને કાર્ડ બોર્ડ પર લગાવી દીધું છે. આ પછી દરેક બેચ પર બ્લેક સ્કેચપેનથી શાંતિનો સંદેશ લખ્યો છે અને આ સંદેશ માત્ર એક જ ભાષામાં નહીં પરંતુ હિન્દી ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, સંસ્કૃત, આસામી, મણિપુરી, સિંધી,પંજાબી કન્નાડા, મલિયાલમ તમિલ, ફ્રેન્ચ, સ્પેનિશ, પોર્ટુગીસ, રશિયન, જાપાનિઝ, ઈટાલીયન સહિત 24 ભાષામાં લખ્યો છે.

પોતાના ક્રિએશન અંગે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં પ્રિયા પરયાણીએ જણાવ્યું હતું કે આ આર્ટ પીસ તેમણે વિશ્વ શાંતિ માટે બનાવ્યું છે. જે તેઓ લૉકડાઉન ખુલ્યા બાદ ફરીથી રુટિન લાઈફ થાય ત્યારે પોતાના એક્સિબિશનમાં મુકશે. આ આર્ટ પીસ સાથે હું પોતે બિઝી રહી છું કારણ કે સતત કોરોનાના કેસ અંગેના સમાચારને કારણે માઈન્ડ પર અસર પડી હતી. જેથી મને આ ક્રિએશનનો આઈડિયા આવ્યો અને પરિવારને પણ આ કામમાં મેં સાથે રાખ્યા છે.

દરેક બેચ પર બ્લેક સ્કેચપેનથી શાંતિનો સંદેશ લખ્યો છે


પ્રિયા પરયાણી એક એવાં આર્ટિસ્ટ છે જેમણે દુનિયાના અનેક દેશોમાં પોતાના પેઈન્ટિંગ દ્રારા નામના મેળવી છે. પ્રિયા પરયાણીના તમામ પેઈન્ટિંગની એક ખુબી એ છે કે તેઓ દરેક પેઈન્ટિંગમાં કોઈપણ વ્યક્તિની એક જ આંખ ખુલી હોય તેવાં પેઈન્ટિંગ બનાવે છે. તેઓ માને છે કે દરેક વ્યક્તિની એક આંખ તેનાં નિર્ધારિત કરેલાં લક્ષ્ય સુધી પહોંચવા કાફી હોય છે. અગાઉ પ્રિયા પરયાણીએ 25 દેશોના 155 આર્ટિસ્ટ દ્રારા કરવામાં આવેલાં લાઈવ પેઈન્ટિંગમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે અમદાવાદના સેટેલાઈટના રામદેવનગરના આવેલી સોસાયટીને લાઈવ પેઈન્ટ કરી હતી.
First published: June 6, 2020, 9:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading