અમદાવાદ: DCPના ત્રાસથી PIની આત્મહત્યાની ચીમકી

અમદાવાદ: DCPના ત્રાસથી PIની આત્મહત્યાની ચીમકી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનાં શહેરકોટડા પોલીસ સ્ટેશનનાં પીઆઈએ ઝોન 3નાં ડીસીપીનાં ત્રાસથી આપઘાત કરવાની ધમકી આપી છે.

 • Share this:
  અમદાવાદનાં શહેરકોટડા પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.ડી ગમારે ઝોન 3નાં ડીસીપીનાં ત્રાસથી આપઘાત કરવાની ધમકી આપી છે. ડીસીપી આર એફ સંગાડા ત્રાસ આપી રહ્યાં હોવાનો પીઆઈએ આક્ષેપ કર્યો છે. જેના કારણે પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે.

  ગઈકાલે રાતે ડીસીપી આર.એફ.સંગાડાએ પીઆઈ ગમારને ઓનલાઇન કામગીરી અને ઉત્તરાયણના દિવસે શક્તિ નગરમાં થયેલા પથ્થરમારા મામલે ખખડાવ્યા હતા. ડીસીપી સામે આક્ષેપ કરી પીઆઈ બી ડી ગમાર સિક લિવ પર ઉતરી ગયા. પોલીસ કમિશનર એ.કે સિંહે ઝોન-3 ડીસીપી અને પીઆઈ સંગાડાને પોલીસ કમિશનર ઓફિસ બોલાવ્યા હતા.  આ મામલામાં પોલીસ કમિશ્નરની મધ્યસ્થીનાં કારણે હાલ મામલો થાળે પડ્યો છે. કમિશ્નર આ આખા મામલાને સમજીને તેની પર યોગ્ય નિર્ણય લેશે તેવી ખાતરી આપી છે.

  આ પણ વાંચો: એક પોલીસ આવી પણ, ગુજરાત અને મુંબઇ પોલીસની આ વાત તમને ખબર છે?

  આ પહેલા પણ કરાઇનાં પીએસઆઈએ આપઘાત કરી લીધો હતો. 2016-17ની બેચના પીએસઆઈ તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ દેવેન્દ્રસિંહ રાઠોડે 31મી ડિસેમ્બરના રોજ ચાંદલોડિયા ખાતે આવેલા પોતાના ઘરમાં રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ લખી હતી.

  આ પણ વાંચો:  PSI આપઘાત કેસઃ ઓટોસ્પી રિપોર્ટમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ઉલ્લેખ નહીં

  સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે ડીવાયએસપીના ત્રાસને કારણે તે આવું પગલું ભરી રહ્યા છે. બીજી જાન્યુઆરીના રોજ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. કરાઇના ડીવાયએસપી એન.પી. પટેલનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા બાદ જ ત્રીજી જાન્યુઆરીએ દેવેન્દ્રસિંહના પરિવારે તેમનો મૃતદેહ સ્વીકાર્યો હતો.
  Published by:News18 Gujarati
  First published:January 23, 2019, 14:20 pm

  ટૉપ ન્યૂઝ