Phd કૌભાંડનો વિવાદ વકર્યો, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થી બાખડ્યા
Phd કૌભાંડનો વિવાદ વકર્યો, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થી બાખડ્યા
વિદ્યાર્થી પ્રોફેસર વચ્ચે મારામારી
Ahmedabad News: MSW વિભાગના સહ અધ્યાપિકાને યુનિવર્સિટીમાં (university) આવવા પર પ્રવેશ બધી લગાવવામાં આવવા છતાં પ્રોફેસર (Professor) વિભાગમાં પહોંચ્યા હતા. જ્યાં વાતચિતથી શરૂ થયેલો મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat university) Phd કૌભાંડ (Phd scam) મામલે તપાસ શરૂ થઈ છે. ત્યાં જ વિદ્યાના મંદિરને શર્મસાર કરતી ઘટના યુનિવર્સિટીમાં MSW વિભાગમાં બની છે. MSW વિભાગના સહ અધ્યાપિકાને યુનિવર્સિટીમાં આવવા પર પ્રવેશ બધી લગાવવામાં આવવા છતાં પ્રોફેસર વિભાગમાં પહોંચ્યા હતા. જ્યાં વાતચિતથી શરૂ થયેલો મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. એટલું જ નહીં એ વિધાર્થી અને પ્રોફેસર (Student and Professor) વચ્ચે બાખડવાનો આ મામલો હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસસ્ટેશને પહોંચ્યો છે. જ્યાં પ્રોફેસર અને msw વિભાગના કો ઓર્ડીનેટરએ સામસામે મારમારીની જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત યુનિવર્સીટી દ્વારા સિન્ડીકેટની બેઠકમાં એમએએસડબલ્યુ વિભાગના સહ અધ્યાપિકાને ખોટી નીમણુંકને લઇને પ્રવેશ બંધી કરી દેવામા આવી. આ મામલે આજે મારામારીની ઘટના MSW વિભાગમાં મારામારીની ઘટના સામે આવી. MSW ના સહાધાપિકા ડો રંજન ગોહિલ અને MSWનો વિધાર્થી અને ફરિયાદી ચિરાગ કલાલને માર મારવાની ઘટના સામે આવી.
સમાજ કાર્ય વિભાગના કોર્ડીંનેટર ડૉ. વિપુલ પટેલ ફરિયાદ કરવા યુનિવર્સીટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મામલે જાણવા જોગ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે વિભાગમાં મારામારી થઈ તે મામલે રંજન ગોહિલ સામે ફરિયાદ કરવામાં આવશે. ચિરાગ કલાલ માર્કશીટ અને પરીક્ષા માટે પૂછપરછ કરવા આવ્યો હતો.
પ્રો. રંજન ગોહિલને યુનિવર્સીટીમાં તપાસ ચાલે ત્યાં સુધી પ્રવેશ બંધી છે છતાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે મારી સામે જ વિદ્યાર્થીને માર માર્યો છે. બીજીતરફ પ્રોફેસર રંજન ગોહિલએ જણાવ્યું કે હું આજે MSW વિભાગમાં પ્રવેશ બંધીનો લેટર લેવા આવી હતી. વિપુલ પટેલને કોરડીનેટર બનાવ્યા તે મને ખબર જ નહોતી.
વિપુલ પટેલ અને શદાબ કાદરી નામના પ્રોફેસરે મને મારવા ચિરાગ કલાલને બોલાવ્યો હતો. ચિરાગ કલાલે બિનજરૂરી આવીને મારો હાથ પકડીને છાતી પર હાથ મૂકી દીધો હતી. મારી છેડતી કરીને મને મારવામાં આવી છે.
શદાબ કાદરી અને વિપુલ પટેલ મહિલા તેમના વિભાગમાં હોય તેવું ઇચ્છતા નથી. આ મામલે હાલ બંને તરફી જાણવા જોગ અરજી યુનિવર્સિટી પોલીસમાં કરવામાં આવી છે. બીજીતરફ Phdની 18 મહિનામાં ડિગ્રી અને ત્યાર બાદ નોકરી કેવી રીતે મળી તે મામલે ચાર ફેકલ્ટી ડીનને આ મામલે તપાસ કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર