Home /News /madhya-gujarat /Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં Phd કૌભાંડ?: અનેક લોકો બોગસ ડીગ્રી સાથે નોકરી કરતા હોવાનો ઘટસ્ફોટ
Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં Phd કૌભાંડ?: અનેક લોકો બોગસ ડીગ્રી સાથે નોકરી કરતા હોવાનો ઘટસ્ફોટ
MSW વિભાગના સહ અધ્યાપિકાએ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક લોકો ખોટી ડિગ્રી સાથે નોકરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
Gujarat University Fake Degree Scam: વિવાદોથી ઘેરાયેલી રહેતી ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. આ વખતે એક મહિલા અધ્યાપિકાની Phd ડિગ્રી સામે સવાલો ઉઠ્યા છે. અધ્યાપિકાએ 18 મહિનામાં જ પીએચડીની ડીગ્રી મેળવી ખોટો ભરતીનો લેટર લખીને યુનિવર્સિટીની જાણ બહાર લાખોનો પગાર મેળવ્યો હોવાનું ધ્યાને આવતા સમગ્ર મામલે યુનિ. દ્વારા ૩ સભ્યોની કમિટીની રચના કરી તપાસ શરૂ કરાઇ છે.
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)માં નિયમ વિરૂદ્ધ પીએચડી ડીગ્રી (PhD degree) અને ભરતી કરાઇ હોવાનું સામે આવતા યુનિવર્સિટી એકેડમિક કાઉન્સિલએ અધ્યાપિકાની પ્રવેશબંધી કરવામાં આવી છે. જેને લઈને MSW વિભાગના સહ અધ્યાપિકાએ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક લોકો ખોટી ડિગ્રી સાથે નોકરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. અને તેઓએ જો તેમના વિરુદ્ધ થયેલા અસભ્ય વર્તન અંગે WDCમાં ફરિયાદ ના કરી હોત તો આજે તેમની સામે આ કાર્યવાહી ના થઈ હોત તેવું જણાવી ન્યાય માટે મહિલા આયોગ (Women's Commission) અને મહિલા પોલીસ સ્ટેશન, તકેદારી આયોગમાં ફરિયાદ કરવાની તૈયારી કરી છે.
વિવાદોથી ઘેરાયેલી રહેતી ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. આ વખતે એક મહિલા અધ્યાપિકાની Phd ડિગ્રી સામે સવાલો ઉઠ્યા છે. અધ્યાપિકાએ 18 મહિનામાં જ પીએચડીની ડીગ્રી મેળવી ખોટો ભરતીનો લેટર લખીને યુનિવર્સિટીની જાણ બહાર લાખોનો પગાર મેળવ્યો હોવાનું ધ્યાને આવતા સમગ્ર મામલે યુનિ. દ્વારા ૩ સભ્યોની કમિટીની રચના કરી તપાસ શરૂ કરાઇ છે.
બીજી તરફ અધ્યાપિકાએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સીલના સભ્ય અને પ્રોફેસર સામે તેઓએ વુમન્સ ડેવલોપમેન્ટમાં ફરિયાદ કરતા તેમને ફસાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેમની નિમણુંક ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા અને સર્વસમંતિથી કરવામા આવી છે અને તેમાં કુલપતિની સહી પણ છે. 20 નવેમ્બર 2018 માં કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં જોડાયા, ફિક્સ પગાર પર નવી જાહેરાત ના થાય ત્યાં સુધી નોકરીએ રાખવામાં આવી હતી. મારી નિમણુક ખોટી છે એવું કહે છે, કેમ ચાર વર્ષ બાદ આજે આ વાત એમને સમજાઈ, મારી નિમણુક કરાઈ ત્યારે કુલપતિ હિમાંશુ પંડ્યા જ હતા. જો મારી નિમણુંક ખોટી હોય તો કુલપતિની અને અન્ય લોકોની પણ યુનિવર્સિટીમાં ખોટી ભરતી થઇ છે તેમને હટાવવા જોઇએ.
આ મામલે તેઓએ મહિલા આયોગ, મહિલા પોલિસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા યુનિવર્સિટી હેડ પી.પી. પ્રજાપતિને પદેથી હટાવી કમિટી રચી, MSW નો ચાર્જ વિપુલ પટેલને અપાયો છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હિમાંશુ પંડ્યાએ આ બાબતે કશું કહેવાનો ઇનકાર કર્યો છે.