આજથી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે કિંમત

News18 Gujarati
Updated: July 6, 2019, 9:22 AM IST
આજથી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે કિંમત
દેશની મોટોભાગની પરિવહન વ્યવસ્થા ડીઝલના વાહનો ઉપર નિર્ભર છે.

સરકારે દાવો કર્યો હતો કે આ વધારાથી સરકારનાં ખજાનાને 28,000 કરોડની આવક થશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર સેસ લગાવવાને કારણે લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. દેશમાં આજથી પેટ્રોલ 2.50 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 2.30 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઇ ગયું છે. શુક્રવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર 2 રૂપિયા પ્રતિ લિટરની દરે એક્સાઇઝ ડ્યૂટી અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વધારવાની જાહેરાત કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે આ વધારાથી સરકારનાં ખજાનાને 28,000 કરોડની આવક થશે. જ્યારે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે.

જાણો  પેટ્રોલ ડીઝલનાં ભાવ 
શહેરપેટ્રોલની કિંમત (રુપિયા) ડીઝલની કિંમત (રુપિયા)
અમદાવાદ 70.27 69.69
સુરત 70.26 69.70
વડોદરા 70.21 69.63
રાજકોટ 70.15 69.09

અનેક વસ્તુઓનાં ભાવ વધી શકે છે

આ અંગે એક્સપર્ટ્સનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થવાથી મોંઘવારીની આશંકા વધી ગઈ છે. દેશની મોટોભાગની પરિવહન વ્યવસ્થા ડીઝલના વાહનો ઉપર નિર્ભર છે. ડીઝલની કિંમત વધવાથી પરિવહનમાં ખર્ચ વધશે. જેના કારણે વસ્તુઓની કિંમતો વધશે. આ સિવાય નોકરી કરતા લોકોને હવે પેટ્રોલમાં વધારે ખર્ચ કરવો પડશે.

આ પણ વાંચો : ઇન્કમ ટેક્સથી લઈને સસ્તું-મોંઘું, જાણો બજેટની 20 મોટી વાતો

જાણો કેટલી વધશે એક્સાઇઝ ડ્યૂટી

એક લિટર પેટ્રોલ ઉપર હાલ 17.98 રુપિયાની એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. જેમાં 2.98 રુપિયાની બેસિક એક્સાઇઝ ડ્યૂટી અને 7 રુપિયાની વધારાની એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. હવે આ વધીને 8 રુપિયા થઈ ગઈ છે. આ સિવાય ડીઝલ ઉપર હાલ 13.83 રુપિયા પ્રતિ લિટરે એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. આ સિવાય હવે એક રુપિયાની એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી લાગવાથી વધીને 8 રુપિયા થઈ ગઈ છે. આ સિવાય અલગ-અલગ રાજ્ય વેટ પણ વસુલે છે.
First published: July 6, 2019, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading