HCમાં SSNL સામે વૈકલ્પિક જગ્યા આપવા માટેની દાદ માંગતી પિટિશન દાખલ

News18 Gujarati
Updated: October 4, 2019, 10:56 PM IST
HCમાં  SSNL સામે વૈકલ્પિક જગ્યા આપવા માટેની દાદ માંગતી પિટિશન દાખલ
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

આજે ગુજરાત હાઇકોર્ટમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર નર્મદા જિલ્લા સામે અર્જુનસિંહ સોલંકી તથા સહદેવસિંહ સોલંકી દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી છે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ આજે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat high court) સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (Sardar Sarovar Narmada Corporation Ltd.), કલેક્ટર (Collector) તથા ડેપ્યુટી કલેક્ટર નર્મદા જિલ્લા સામે અર્જુનસિંહ સોલંકી તથા સહદેવસિંહ સોલંકી દ્વારા એક પિટિશન (Petition)દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં જે જગ્યા ઉપર અમે એક પ્રતિમા હોટલ નામે એક ઢાબુ ચલાવી રહ્યા છીએ.

આ જગ્યા અમારા પિતાશ રમેશભાઈ સોલંકીને 1979માં લીઝ પર આપવામાં આવી હતી. અમારા પિતા દ્વારા અને ત્યારબાદ અમારા દ્વારા નિયમિત પણે અને સમયસર ભાડું ભરવામાં આવ્યું છે. અમે આ જગ્યાએ કાયદેસરનું લાઈટ કનેક્શન લઈને તેનું નિયમિત સમયસર બીલ ભરીએ છીએ અને જરું તમામ લાઇસન્સ અને પરવાનગીઓ મેળવેલી છે. નિયમિત અને સમયસર તમામ ટેક્સ પણ ભરીએ છીએ.

છેલ્લા ૪૦ વર્ષથી અમે આ જગ્યાનો કબજો ધરાવીએ છીએ અને આ એક માત્ર અમારી રોજીરોટીનું સાધન છે. અમને આ જગ્યા ખાલી કરવા માટે એક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. જેની વિરુદ્ધ અમે નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી તે સમયે સરકારી વકીલ દ્વારા અમને મૌખિક રીતે વૈકલ્પિક જગ્યા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. તેથી અમે અમે નીચલી અદાલતમાંથી અમારી અરજી પરત ખેંચવા માટે જજ સાહેબને વિનંતી કરેલ ત્યારે જેતે અદાલતે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલા વાયદા ની નોંધ લઇ અમે અરજી પરત ખેંચવા અનુમતિ આપી હતી અને અમે અમે અરજી પરત ખેંચી હતી.

આ પણ વાંચોઃ-ભાજપમાં આંતરિક લડાઈ! ત્રણ બેઠકો પર ભાજપ માટે આકરાં ચઢાણ

જો કે ત્યારબાદ અમને કોઇપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા આપ્યા વગર એક મહિના માં જગ્યા ખાલી કરવા નોટિસ મળી હતી. જેમાં અમારે એક મહિનામાં આ જગ્યા ખાલી કરવી, તેવું જણાવવામાં આવેલ છે. આ વિશે અમે એક પિટિશન સિંગલ જજની બેન્ચ સમક્ષ દાખલ કરી હતી જે ફગાવી દેવામાં આવેલ હતી. તેથી હવે હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ દાખલ આ પીટીશન દાખલ કરી છે. અને અરજી કરવામા આવી છે કે અમોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જેથી અમે અમારી રોજીરોટી કમાઈ શકીએ. જ્યાં સુધી આ પિટિશનનો નિકાલ ન આવે ત્યાં સુધી અમારી આ જગ્યા ખાલી કરવા ની નોટિસ વિરુદ્ધ સ્ટે ઓર્ડર આપવામાં આવે.

આ પણ વાંચોઃ-પૂર્વ મંત્રીએ CMને કરી રજૂઆત, વરસાદથી ખેડૂતની હાલત કફોડી, પાક વિમાની ઓનલાઈન મુદત વધારોઆજે આ પિટિશન ચિફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રી ની ખંડપીઠ સમક્ષ ચાલી જતા, હાઈકોર્ટે સરકારી વકીલ ને પ્રશ્ન કર્યો હતો કે શું આપ નીચલી અદાલતમાં જ્યારે અરજી દાખલ કરવામાં આવી ત્યારે આપના વકીલ દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો તે પ્રમાણે શું આપ આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગો છો કે કેમ? જેના જવાબમાં સરકારી વકીલે સોમવાર સુધી નો સમય માંગ્યો છે. તેથી આ કેસની વધુ સુનાવણી સોમવારે રાખવામાં આવી છે.
First published: October 4, 2019, 10:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading